ગીરના જંગલમાં સિંહ સહીતના વન્ય જીવોના રક્ષણ માટે જાહેરહીતની અરજી કરવામાં આવી છે. 1960 ના સમયના વન્યજીવ સંરક્ષણના નિયમનું પાલન ન થતા આ રજૂઆત કરવામાં આવી છે.
અરજીમાં ઉલ્લેખ કરાયા મુજબ કોમર્શિલ બાંધકામ થતા સિંહો પ્રભાવિત થાય છે. નિયત કરતા વધુ વોલ્ટની વીજળી નહીં આપવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. આ સિવાય સિંહોની વારંવાર થતી પજવણી થાય છે ત્યારે તેને અટકવવા મામલે પણ સિંહોના સંરક્ષણ માટે નવા કાયદાઓ માટે દાદ માંગતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે. ખાસ કરીને સિંહોના સંરક્ષણ મામલે એક નવી કાયદા પ્રણાલી મામલે અરજદારે રજૂઆત કરી છે.
ગુજરાતનું ગૌરવ અને પુરા એશિયામાં ન જોવા મળતા સિંહો અહીં ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. તેમના જીવોને લઈને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે ત્યારે તેમના જ સંરક્ષણ માટે કોમર્શિયલ એક્ટિવિટીના બાંધકામો થઈ રહ્યા છે આ ઉપરાંત તેમના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે.
અરજીમાં રજૂઆત મુજબ અગાઉ સિંહોના સંરક્ષણ માટે 1960ના નિયમોનું પાલન થતું નથી થતું જેથી નવા કાયદાઓ સાથે વિચારણા કરવામાં આવે. નવા કાયદાઓ સાથે વિચારણા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.