Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્યમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન : ૩૫ તાલુકામાં ઝાપટાથી અઢી ઈંચ વરસાદ : બાજરીના પાકોને નુકશાન.

Share

ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. હવામાન વિભાગે 3 અને 4 જૂને ગુજરાતમાં ચોમાસાની આગાહી કરી હતી. તે મુજબ, સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. સાબરકાંઠાના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા અને વડાલી પંથકમાં પવન સાથે વરસાદ પડ્યો છે. તો પંચમહાલમાં પણ વરસાદ નોંધાયો.વીજળીના ચમકારા તોફાની પવન અને મેઘ ગર્જના સાથે વરસાદની પધરામણી બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, પાટણ અને ડાંગ જિલ્લામાં મેઘો મંડાયો. ગુજરાતના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ભરૂચ શહેરમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. વરસાદ પડવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

સુરતના પાલ, અડાજણ વિસ્તારમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી સુરતના પાલ, અડાજણ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે પણ આગામી 15 થી 20 જુનની વચ્ચે રાજ્યમાં ચોમાસાના આગમનની આગાહી કરી છે. ત્યારે પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના અલગ અલગ જિલ્લામાં આજથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સાબરકાંઠામાં વહેલી સવારે જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો. જિલ્લામાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. હિંમત નગર, ઇડર, ખેડબ્રહ્મા અને વડાલી પંથકમાં પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. પવન અને ગાજવીજ સાથે જિલ્લામાં વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો. આખરે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. વડાલી અને પોશીનામ એક-એક ઇંચ વરસાદ નોંધાયો. તો ખેડબ્રહ્મા અને પ્રાંતિજમાં અડધો-અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

Advertisement

મોડી રાતે બનાસકાંઠાના સરહદીય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ધાનેરા, ડીસા, દાંતીવાડા, અમીરગઢ, દાંતા, અંબાજી, વડગામ, પાલનપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. તો બાપલા, વક્તાપુરા, વાછોલ, આલવાડા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતી સેવાઈ છે. ભારે પવન સાથે વરસાદ વરસતા બાજરી સહિતના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતી છે.

અરવલ્લી જિલ્લામાં પણ વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. અરવલ્લીના શામળાજી, ઈસરોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. વરસાદ વરસતા ઉનાળુ પાક અને ઘાસચારાને નુકસાન થયુ.


Share

Related posts

રાજયસભાનાં સાંસદ મર્હુમ, અહેમદ પટેલનાં પુત્રી મુમતાજ પટેલે કોરોના કાળમાં લોકોને પ્લાઝમા ડોનેટ કરવા કરી અપીલ.

ProudOfGujarat

આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો એક અઠવાડીયામાં કેટલું મોંઘુ થયું ઓઇલ..

ProudOfGujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારના નામની કરી જાહેરાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!