ગુજરાતમાં બે દિવસ દરમિયાન ક્યાંયક છૂટા છવાયા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. જો કે, પશ્ચિમ બંગાળમાં સર્ક્યુલેશન સક્રીય થતા બે દિવસ બાદ 6 અને 7 જુલાઈના રોજ વરસાદ ભારેથી અતિભારે સમગ્ર ગુજરાતમાં થઈ શકે છે.
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરુઆત થઈ છે કેમ કે, કેટલીક જગ્યાએ ખેતીને અનુરુપ વરસાદ થયો હોવાથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. આ ઉપરાંત વરસાદી માહોલ દક્ષિણ ગુજરાતમાં આજે અને આવતીકાલે જોવા મળી શકે છે. કેમ કે, સુરત અને ભરુચ જિલ્લામાં ક્યાંક કેટલાક તાલુકામાં ભારે વરસાદ થઈ શકે છે.
જો કે, ત્યારબાદ સમગ્ર રાજ્યમાં બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. આગામી બે દિવસ દરમિયાન સુરત અને ભરુચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી 6 અને 7 જુલાઈના રોજ વરસાદી માહોલ છવાશે. દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ બાદ વરસાદી માહોલ જોવા મળશે. પશ્ચિમ બંગાળમાં સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગ પ્રમાણે હાલ તાપમાનમાં કોઈ વધારો નહીં જોવા મળે. વરસાદી સિસ્ટમ સક્રીય થતા ફરી એકવાર વરસાદી માહોલ જામશે.
છેલ્લા એક સપ્તાહથી સતત ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે. તેમાં પણ સૌથી વધુ વરસાદ અત્યારસુધી કચ્છમાં સિઝનનો સરેરાસ 87.44 ટકા નોંધાયો છે જ્યારે મધ્ય ગુજરાતમાં સિઝનનો સરેરાસ 20.40 ટકા વરસાદ નોંધાયો છે.