ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાની કુલપતિ તરીકેની ટર્મ પૂર્ણ થઈ રહી છે. ત્યારે હવે નવા કુલપતિ મળી ગયા છે. યુનિવર્સિટીની સ્થાપનાના 73 વર્ષ બાદ પ્રથમવાર મહિલા કુલપતિ નીમાયા છે. આ યુનિવર્સિટી માટે ડો. નીરજા ગુપ્તાની પસંદગી કરવામાં આવી છે.
રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટીને નવા કુલપતિ મળી ગયા છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિના નિમણુક માટે સર્ચ કમિટીના ત્રણ સભ્યોની નિમણુક થયા બાદ યુજીસીના સભ્યની નિમણુક બાકી હતી જે નિમણુક થઈ ગઈ છે. યુજીસી દ્વારા છત્તીસગઢના ડૉક્ટર રમાશંકર કુરિલની કમિટીના સભ્ય તરીકે નિમણુક કરી છે ત્યારે હવે કુલપતિની પસંદગી માટેની પ્રક્રિયા આગળ શરુ કરવામાં આવશે. યુજીસીને શિક્ષણ વિભાગ દ્વારા થોડા દિવસ પહેલા જ એક પત્ર લખીને 7 જુદી-જુદી યુનિવર્સિટીની સર્ચ કમિટીમાં કુલપતિની નિમણુક માટે યુજીસીના સભ્યની નિમણુક કરવા જાણ કરી હતી ત્યારે હવે યુજીસી દ્વારા નામની જાહેરાત કરવાના આવી છે.
અમદાવાદ શહેરમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાની ટર્મ પુરી થતાં નવા કુલપતિનું નામ જાહેર કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશની સાચી યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાની ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે નિમણૂક કરવાના આવી છે. નીરજા ગુપ્તા અમદાવાદના રહેવાસી છે.