Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતના વધુ પાંચ શહેરને મળશે મ્યુનિસિપલ કોર્પોરેશન, સરકારે કેબિનેટ બેઠકમાં આપી લીલી ઝંડી

Share

રાજ્યના વધુ પાંચ શહેરને મ્યુનિસિપલ કોર્પોરેશન મળશે. રાજ્ય સરકારની ગઈકાલે મળેલી કેબિનેટ બેઠકમાં લીલી ઝંડી આપી હતી. રાજ્યની પાંચ નગરપાલિકા અપગ્રેડ થઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવાઈ જશે. આ સાથે જ નવી પાંચ કોર્પોરેશન કાર્યરત થતા મનપાની કુલ સંખ્યા 13 થશે.

ગુજરાતમાં હાલ 8 મોટા શહેરોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન છે ત્યારે રાજ્ય સરકારે વધુ પાંચ શહેરને મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર કરી છે. આ સાથે નવી પાંચ મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યરત થતાની સાથે જ રાજ્યમાં કુલ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંખ્યા 13 થશે. નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબી નગરપાલિકા અપગ્રેડ થઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવાઈ જશે. હાલ આ પાંચ શહેર નગરપાલિકા ધરાવે છે. ગઈકાલે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે લીલી ઝેડી આપી હતી. છેલ્લે 2010માં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યરત થઈ હતી ત્યારે હવે 13 વર્ષ બાદ નવી પાંચ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉમેરો થશે.

Advertisement

રાજ્યમાં અત્યારે 8 મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યરત છે ત્યારે 13 વર્ષ બાદ ત્યારે રાજ્યમાં વધુ પાંચ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉમેરો કરવામાં આવશે. છેલ્લે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષ 2010 માં કાર્યરત થઈ હતી. રાજ્યમાં અત્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢ શહેરોમાં 8 મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યરત છે.


Share

Related posts

નેત્રંગનું આરોગ્ય વિભાગ કોરોના વાઇરસને લઈને એલર્ટ આદર્શ નિવાસ શાળામાં 300 બેડનો કોરોન્ટાઈન વોર્ડ ઊભો કરવામાં આવ્યો.

ProudOfGujarat

વાપીના ગીતાનગરમાં બલેનો કારમાંથી 97 કિલો ગાંજો પકડાયો

ProudOfGujarat

વડોદરા એસ.એસ.જી હોસ્પિટલમાં બીજી લહેર કરતા ત્રીજી લહેરમાં ત્રણ ગણો દર્દીઓનો ઘટાડો નોંધાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!