Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત હાઇકોર્ટ દ્વારા વધુ એક પોર્ટલ લોન્ચ, RTI અરજીઓથી લઇને ફર્સ્ટ અપીલ ઓનલાઈન કરી શકાશે

Share

ગુજરાત હાઈકોર્ટની IT કમિટી અને રુલ્સ કમિટીના નિર્દેશોથી IT સેલ દ્વારા વધુ એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યુ છે. રાજ્યની તમામ કોર્ટ માટે e-RTI પોર્ટલ લૉન્ચ કરાયું છે. આ પોર્ટલ પરથી અરજદાર RTIની ઓનલાઈન અરજીઓ, RTI ની ફર્સ્ટ અપીલ કરી શકશે તેમજ અરજદાર RTI અરજીનું સ્ટેટસ પણ ઓનલાઈન જાણી શક્શે.

ગુજરાત હાઈકોર્ટના ઍક્ટિંગ ચીફ જસ્ટિસ, IT કમિટી અને રુલ્સ કમિટીના નિર્દેશોથી રાજ્યની તમામ હાઈકોર્ટમાં e-RTI પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યુ છે જેમાં અરજદાર RTI ની ઓનલાઈન અરજીઓ, RTI ની ફર્સ્ટ અપીલ કરી શકશે અને અરજદાર RTI અરજીનું સ્ટેટસ પણ ઓનલાઈન જાણી શક્શે. આ ઉપરાંત અરજદારને જવાબ પણ ઈમેઈલ અને મેસેજ મારફતે આપવામાં આવશે. આ માટે અરજદારે હાઈકોર્ટની વેબસાઈટ પર RTI પોર્ટલ પર પોતાના ઇ-મેઈલ અને મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ અરજદાર ઓનલાઈન RTI કરી શક્શે. આ માટે અરજદારે ઓનલાઈન અરજી માટે નિયત કરેલો ચાર્ચ ઓનલાઈન ચૂકવવાનો રહેશે.

Advertisement

અરજદારે હાઈકોર્ટની વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવુ પડશે જેમા અરજદારે પોતાનું એક આઈડી પ્રુફ તેમજ 1MBની સાઈઝમાં અપલોડ કરવાનું રહેશે. આ અરજી ફાઈલ થયા બાદ એક રેફરન્સ નંબર મળશે જે અરજદારે સાચવીને રાખવો પડશે. ઓનલાઈન અરજીમાં BPL કાર્ડધારકોએ તેની સર્ટિફાઇડ કે ટ્રુ કોપી અથવા ઓથોરિટીએ આપેલ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. અરજી કર્યા બાદ પબ્લિક ઈન્ફોર્મેશન ઓફિસર દ્વારા તેનો જવાબ ઓનલાઈન જ આપશે. આ જવાબના 30 દિવસની અંદર જ અપીલ પણ થઈ શક્શે. જેનો અપીલ નંબર પણ મળશે.


Share

Related posts

પાલેજ સ્થિત હજરત પીર શાહુદ્દીન – બહાઉદ્દીન રહમતુલાહ અલયહેની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

ProudOfGujarat

ભરૂચની શાળાઓમાં વાહનો થકી જતા બાળકોની જોખમી સવારી, અકસ્માતને આમંત્રણ આપે તે પ્રકારે બાળકોને બેસાડી લઈ જવાય છે

ProudOfGujarat

જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢી કુલ કિંમત રૂપિયા 42,530/-ના મુદ્દામાલ સહિત 8 જેટલા આરોપીઓને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!