ગુજરાતમાં TET-2 ના પરિણામ અંગે મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી TET-2ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યુ છે. રાજ્યના શિક્ષણ મંત્રીએ ટ્વિટ કરીને પરિણામની માહિતી આપી હતી. પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જોઈ શકાશે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચ પ્રાથમિક શાળા (ધોરણ-૬ થી ૮) માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે જરૂરી એવી શિક્ષક અભિરૂચિ કસોટી-૨ (ટેટ-૨) પરીક્ષાનું આયોજન તા.૨૩/૦૪/૨૦૨૩ના રોજ કરવામાં આવેલ હતુ. સદરહું પરીક્ષા ૨૩૭૭૦૦ ઉમેદવારોએ આપેલ હતી.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચ પ્રાથમિક શાળામાં ધોરણ-6 થી 8 માં વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે જરૂરી એવી શિક્ષક અભિરૂચિ કસોટી TET-2ની પરીક્ષા તારીખ 23 એપ્રિલના રોજ લેવાઈ હતી જેનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યુ છે. ઉમેદવારો TET-2નું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઈટ sebexam.org પરથી જોઈ શકાશે. TET-2 ની પરીક્ષા કુલ 2,37,700 ઉમેદવારોએ આપી હતી, જેમાથી 15.76 ટકા એટલે કે 37,450 ઉમેદવારો પાસ થયા છે.
રાજ્યના 8 મહાનગરોમાં કુલ 900 થી વધુ કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. TET-2 ની પરીક્ષામાં 2,65 હજાર 791 ઉમેદવારો ગુજરાતી માધ્યમના, 6 હજાર 113 ઉમેદવારો અંગ્રેજી માધ્યમના અને 4 હજાર 162 ઉમેદવારો હિન્દી માધ્યમના હતા. રાજ્યમાં એક તરફ અંગ્રેજી માધ્યમની સ્કુલો વધી રહી છે ત્યારે ગુજરાતી માધ્યમમાં શિક્ષક બનવા ઉમેદવારની સંખ્યામાં વધારો થયો છે. કુલ ઉમેદવારમાંથી અંદાજે 96 ટકા ગુજરાતી માધ્યમમાં શિક્ષક બનવા માટે પરીક્ષા આપી હતી. રાજ્યમાં TET-2 ની પરીક્ષા 6 વર્ષ બાદ યોજાઈ હતી. આ પહેલા છેલ્લે વર્ષ 2017-18 માં TET ની પરીક્ષા લેવામાં આવી હતી. રાજ્યમાં ધોરણ 6 થી 8માં શિક્ષક બનવા માટે TET-2 ની પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે.