Proud of Gujarat
FeaturedGujaratINDIA

ધો.10 અને 12 ની બોર્ડની પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર, જાણો ક્યારથી લેવાશે પરીક્ષા

Share

ગુજરાતમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આવી ગયું છે અને નવું શૈક્ષણિક સત્ર પણ શરૂ થઈ ગયું છે. 35 દિવસના વેકેશન બાદ સ્કૂલોમાં રાબેતા મુજબ અભ્યાસક્રમ પણ શરૂ થઈ ગયો છે. ત્યારે ધોરણ 10 અને 12 માં એક કે બે વિષયમાં નાપાસ થયેલા ઉમેદવારો માટે પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર થઈ ગયું છે. 10થી 14 જુલાઈ દરમિયાન આ પરિક્ષા લેવામાં આવશે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ધો.10 સંસ્કૃત પ્રથમા અને ધો.12 સામાન્ય પ્રવાહ તથા સાયન્સ, વ્યવસાયલક્ષી પ્રવાહ તથા સંસ્કૃત માધ્યમમાં એક કે બે વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓની પુરક પરીક્ષા 10 જુલાઈથી 14 જુલાઈ દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષાનો કાર્યક્રમ શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવ્યો છે.

Advertisement

એક કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ જુલાઈમાં પૂરક પરીક્ષા આપી શકશે તેમજ ગેરહાજર વિદ્યાર્થીઓ પણ જુલાઈમાં પૂરક પરીક્ષા આપી શકશે. અગાઉ 5 જૂન સુધી પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો જો કે, સમય મર્યાદા વધારી હવે 9 જૂન સુધી કરવામાં આવી હતી.


Share

Related posts

અંકલેશ્વરની ગડખોલ ગ્રામ પંચાયતના સાફ સફાયના અભાવે વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ભાવના ફાર્મ પાસે જ ગંદકીથી રોગચાળાની ભીતિ

ProudOfGujarat

વાઘોડિયા પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે આરોપીઓની ધરપકડ કરી.

ProudOfGujarat

ભરૂચના કાંકરિયા ધર્માતરણ કેસમાં 8 આરોપીઓને ગુજરાત હાઇકોર્ટે આપ્યા જામીન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!