Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતના દરિયાકિનારે ‘બિપરજોય’ ટકરાશે નહીં, હવામાન વિભાગે કરી આગાહી

Share

અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાનું છે તેવી વાતનો હાલ પૂરતો અંત આવી ગયો છે. આગામી પાંચ દિવસ સુધી હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતના કિનારે વાવાઝોડું ટકરાશે નહીં, એટલે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ હાલ પૂરતું અટકી ગયું છે. પાંચ દિવસ બાદ નક્કી થશે કે, વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે કે અન્ય તરફ ફંટાયું છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું બીપરજોય ગમે ત્યારે મહારાષ્ટ્ર કે ગુજરાતના દરિયાકાંઠે આવશે તેવી અટકળો થઈ રહી હતી. વાવાઝોડાની તિવ્રતા વધારે હોવાથી ઘણી જગ્યાએ દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. આ બધાની સાથે સુરક્ષા તંત્ર અને સરકાર પણ વ્યવસ્થામાં ગોઠવાઈ ગઈ હતી. તાજેતરમાં મળતી માહિતી પ્રમાણે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી આવ વાવાઝોડું ગુજરાતના તટે આવે તેવી શક્યતા ન હોવાનું અનુમાન કર્યું છે. જેથી પાંચ દિવસ સુધી ગુજરાતના દરિયામાં વાવાઝોડું ન આવે તેવી સ્થિતિ સર્જાઇ છે, હજી વાવાઝોડું છે કે નહીં તે સ્પષ્ટ થયું નથી.

Advertisement

Share

Related posts

पश्चिम रेलवे द्वारा वडोदरा एवं रीवा स्टेशनों के बीच ग्रीष्मकालीन विशेष ट्रेन

ProudOfGujarat

ભરૂચના પાંચબત્તી ખાતે આવેલ બેનયામીન રેસીડેન્સીમાં ફાયર સિસ્ટમમાં ગંભીર બેદરકારી છતાં ફાયર NOC અપાઈ..?

ProudOfGujarat

ઉમરપાડા કોંગ્રેસ દ્વારા લઠ્ઠાકાંડ મુદ્દે ધરણાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!