Proud of Gujarat
FeaturedGujaratINDIA

ધોરણ-10 નું 64.62% પરિણામ જાહેર, સુરત જિલ્લાનું સૌથી વધુ પરિણામ

Share

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)નું ધોરણ 10 એટલ કે SSCનું પરિણામ જાહેર થઈ ગયું છે. સવારે 8 વાગ્યે આ પરિણામ જાહેર કરાયું હતું. તમે GSEB ની સત્તાવાર વેબસાઈટ પર તમારા પરિણામ જોઈ શકશો. ઉલ્લેખનીય છે કે ધોરણ 10 ના લગભગ 9.50 લાખ વિદ્યાર્થીઓના પરિણામ આજે જાહેર કરાયા છે. જોકે આજે માત્ર પરિણામ જાહેર કરાય છે જ્યારે માર્કશીટ થોડા દિવસોમાં આપવામાં આવી શકે છે. આ વખતે રાજ્યભરમાં 64.62 ટકા પરિણામ આવ્યું છે. ગુજરાત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઇટ gseb.org પર તેમની માર્કશીટ ચેક કરી શકાશે. ગુજરાત બોર્ડે 12 મા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દીધું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

ગુજરાતમાં માર્ચ મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાઓ લેવાઈ હતી. આજે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર ધોરણ 10 નું પરિણામ જાહેર થયું. રાજ્યભરમાં 64.62 ટકા પરિણામ આવ્યું છે. હવે ધોરણ 12 નું પરિણામ 30 તારીખની આસપાસ જાહેર થઈ શકે છે.

Advertisement

આ વખતે વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ તેમનું પરિણામ જાણી શકે છે. આ માટે વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલવાનો રહેશે. ધોરણ 10 ની પરિક્ષામાં વિદ્યાર્થીનીઓનું 70.62 ટકા પરિણામ રહ્યું છે જ્યારે વિદ્યાર્થીઓનું 59.58 ટકા પરિણામ રહ્યુ છે.ગુજરાત બોર્ડનું ધોરણ 10 નું 64.62 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ 2022 ની તુલનામાં આ વર્ષે 0.56 ટકા પરિણામ ઓછુ આવ્યું છે. ધોરણ 10 નું સુરત જિલ્લાનું સૌથી વધુ 76.45 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 10 નું દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ 40.75 ટકા પરિણામ આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ 95.92 ટકા આવ્યું છે. જ્યારે નર્મદા જિલ્લાના ઉતાવળી કેન્દ્રનું સૌથી ઓછુ 11.94 ટકા પરિણામ આવ્યું છે.


Share

Related posts

માંગરોળ તાલુકામાં સમાવિષ્ટ નાની નરોલી જિલ્લા પંચાયત સીટ ખાતે વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકાના વિકાસના કામમાં જ નગરપાલિકાનું પાણીનું ટેન્કર ફસાયું…..

ProudOfGujarat

વાલિયા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!