Proud of Gujarat
FeaturedGujaratINDIA

ધો.12 સામાન્ય પ્રવાહ પહેલા ધો.10 નું પરિણામ 25 મી મે એ જાહેર થશે, સવારે આઠ વાગ્યાથી બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે

Share

ગુજરાત શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયું છે. હવે સામાન્ય પ્રવાહના પરિણામની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ત્યારે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાનું પરિણામ 25 મી મે એ જાહેર થશે. સવારે આઠ વાગ્યે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ http://GSEB.ORG પર પરિણામ જોઈ શકશે. તે ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સએપના માધ્યમથી પણ પરિણામ જોઈ શકશે. આ વોટ્સએપ નંબર પર 6357300971 પર સીટ નંબર મોકલી પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને એસઆર નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે.

મે મહિનાની શરૂઆતમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું હતું. ત્યારથી ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. જેનો હવે અંત આવ્યો છે અને 25 મે ના રોજ ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર થશે. ધોરણ 10 માં 9.50 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. બે થી ત્રણ દિવસ બાદ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે.

Advertisement

પરીક્ષા બાદ ગુણ ચકાસણી અને દફ્તર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણ ચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે.​​​​​​​​​​​​​​પૂરક પરીક્ષા-2023 ની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે. પૂરક પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઇન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે, જેની શાળાના આચાર્યો, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી તેવું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવાયું છે.


Share

Related posts

ભરૂચ : દિલ્હીમાં થયેલ 9 વર્ષીય બાળા પર થયેલ બળાત્કાર ઘટના સામે અનુસુચિત જાતિના લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

મહેમદાવાદ રેલવે સ્ટેશન ઉપર શાંતિ એક્સપ્રેસ ટ્રેનમાં ચઢવા જતાં ઈસમ પાસેથી ટિકિટ ચેકરે ટિકિટ માંગતા બોલાચાલી.

ProudOfGujarat

ધો.12 સાયન્સમાં ઓછું પરિણામ આવતાં ડમી સ્કૂલો સામે તપાસની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!