Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતમાં ધો. 12 સા.પ્રવાહનું પરિણામ 25 મે થી 5 જૂન વચ્ચે જાહેર થઈ શકે, કામગીરી અંતિમ તબક્કામાં

Share

ગુજરાત શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયું છે. હવે સામાન્ય પ્રવાહના પરિણામની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ત્યારે આગામી 25 મે થી 5 મી જૂન વચ્ચે પરિણામ જાહેર થાય તેવી શક્યતાઓ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ ધોરણ 10 નું પરિણામ ગણતરીના દિવસોમાં જ જાહેર થઈ જશે. હાલમાં શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. વિદ્યાર્થીઓ પણ પરિણામની આતુરતા પૂર્વક રાહ જોઈને બેઠા છે.

બીજી તરફ માર્ચ-2023 માં લેવામાં આવેલી ધોરણ-10 અને 12 ની પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે બેઠક વ્યવસ્થા સીસીટીવી કેમેરાથી સજ્જ વર્ગખંડમાં કરવામાં આવી હતી. ત્યારે વિદ્યાર્થીઓએ પરીક્ષામાં કરેલી ગેરરીતિમાં બોર્ડના ફ્લાઈંગ સ્ક્વોડમાં છટકી ગયેલા વિદ્યાર્થી હવે સીસીટીવી કેમેરાના ફૂટેજમાં ઝડપાઇ ગયા છે. જેના આધારે ધોરણ-10 અને 12ની પરીક્ષામાં ગેરરીતિ આચરનારા વિદ્યાર્થીઓ ઝડપાઈ ગયાં છે.

Advertisement

ગેરરીતિ રોકવા માટે બનાવવામાં આવેલી અધિકારીની ફ્લાઇંગ સ્ક્વોડ માત્ર 60 વિદ્યાર્થીને જ પકડી શકી છે. વર્ગખંડમાં ગોઠવાયેલા સીસીટીવી કેમેરાની ચકાસણી બાદ બોર્ડે ગેરરીતિના કેસ અલગ તારવ્યા છે. જેના કારણે જે તે વિદ્યાર્થીનાં પરિણામો અનામત રાખવામાં આવશે. હવે પછી ગેરરીતિ આચરતા પકડાયેલા વિદ્યાર્થીને નોટિસ આપીને બોર્ડના અધિકારીઓ સમક્ષ બોલાવાશે અને તેમનો ખુલાસો મેળવાયા બાદ તેમના જવાબના આધારે ગેરરીતિના કેસ માટે નિયત કરેલા નિયમોનુસાર શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષા કરવામાં આવશે.

ધો.10ની પરીક્ષામાં સીસીટીવી ફૂટેજના આધારે 759 કેસ અને સ્ક્વોડ, સ્થળ સંચાલક, ખંડ નિરીક્ષક દ્વારા 29 કેસ કરાયા છે. ધો.12 સાયન્સમાં સીસીટીવી ફૂટેજના આધારે 26 અને સ્કવોડ, સ્થળ સંચાલક તથા ખંડ નિરીક્ષક દ્વારા નવ કેસ કરાયા છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં સીસીટીવી ફૂટેજના આધારે 345, અન્ય દ્વારા 22 કેસ કરાયા છે. તેમાં સ્ક્વોડ, સ્થળ સંચાલક કે ખંડ નિરીક્ષક દ્વારા પરીક્ષામાં ગેરરીતિ કરતા ધોરણ-10 અને 12ના માત્ર 60 વિદ્યાર્થી પકડાયા છે. જ્યારે સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં, ગેરરીતિ કરતા 1130 ધોરણ-10 અને 12ના વિદ્યાર્થી ઝડપાયા છે. જોકે ગેરરીતિમાં પકડાયેલા કુલ 1190 વિદ્યાર્થીને શિક્ષણ બોર્ડ દ્વારા તેમને જવાબ રજૂ કરવાની તક આપવામાં આવશે.


Share

Related posts

નડિયાદ : મુખ્યમંત્રીના આગામી કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ.

ProudOfGujarat

ભરૂચની કૃષિ મહાવિદ્યાલય ખાતે આઠમા વાર્ષિક સંમેલન અંર્તગત વિદ્યાર્થીઓ દ્વારા ખેડૂત દિવસનું આયોજન કરાયું

ProudOfGujarat

અંકલેશ્વર:માંડવા ખાતે ટોલટેક્ષ ભર્યા વિના જતા ટ્રક ચાલકને રોકવા જતા ટોલટેક્ષ કર્મીનું મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!