Proud of Gujarat
FeaturedGujaratINDIA

CBSE ધોરણ 12 બોર્ડનું 87.33 ટકા પરિણામ જાહેર કર્યુ

Share

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા આજે ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. CBSE ધો. 12 નું 87.33 ટકા પરિણામ જાહેર કર્યુ છે. આ વર્ષે લગભગ 16.9 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ 12 ની પરીક્ષા આપી હતી, CBSE દ્વારા આ પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 5 એપ્રિલ 2023 દરમિયાન લેવામાં આવી હતી.

વિદ્યાર્થીઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન cbse.gov.in અને cbseresults.nic.in ની અધિકૃત વેબસાઇટની પર ધોરણ 12 નું પરિણામ ચેક કરી શકે છે. વિદ્યાર્થીઓએ પરિણામ જાણવા માટે તેમનો રોલ નંબર દાખલ કરવાનો રહેશે. આ વર્ષે ધોરણ 12 માં 87.33 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જે 2019 માં કોવિડ પહેલાના સમયગાળામાં 83.40 ટકાની પાસ ટકાવારી કરતાં વધુ સારી છે. CBSE અનુસાર વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓની પાસ થવાની ટકાવારી 6 ટકા વધુ રહી છે. છોકરીઓની પાસ ટકાવારી 90.68 ટકા રહી છે જ્યારે છોકરાઓની પાસ થવાની ટકાવારી 84.67 ટકા રહી છે.

Advertisement

સેન્ટ્રલ બોર્ડે એમ પણ કહ્યું કે તે વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધાને ટાળવા માટે તેના આ વર્ષે પ્રથમ, દ્વિતીય અથવા તૃતીય વર્ગ આપશે નહીં. જોકે CBSE એવા 0.1 ટકા વિદ્યાર્થીઓને મેરિટ સર્ટિફિકેટ આપશે જેમણે વિષયોમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે.


Share

Related posts

ભરૂચ જીલ્લા ખોડલધામ સમિતિ દ્વારા નરેશભાઇ પટેલના જન્મદિન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું.

ProudOfGujarat

ભરૂચ-સુવા ગામ ખાતે ગેસ ના બોટલમાં લીકેજ બાદ અચાનક આગ ભભૂકી ઉઠતા એક મહિલા દાજી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડયા..

ProudOfGujarat

ભરૂચનાં કાંકરિયા ગામનાં 37 હિંદુ પરિવારનું ધર્માંતરણ કરાવનાર 4 આરોપીઓની ધરપકડ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!