ગુજરાતમાં પોલીસ અધિકારીઓ બદલીઓના આદેશની રાહ જોઈને બેઠા છે. ત્યારે રાજ્યના 33 જિલ્લાઓમાં પ્રભારી સચિવોની નિમણૂંક કરવામાં આવી છે. વહીવટી કૂશળતાને લઈને પ્રભાવી સચિવ તરીકે રાજ્ય સરકારે સિનિયર અધિકારીઓને જવાબદારી સોંપી છે.
અગાઉ રાજ્યના જિલ્લાઓમાં મંત્રીઓને પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. હવે સિનિયર અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદમાં પ્રભારી સચિવ તરીકે મુકેશ કુમારને જવાબદારી સોંપવામાં આવી છે.જ્યારે મંત્રી તરીકે ઋુષિકેશ પટેલને જવાબદારી સોંપાઈ છે. તેવી જ રીતે અમરેલીમાં સંદિપકુમારને પ્રભારી સચિવ બનાવાયા છે. તો પુરૂષત્તમ સોલંકીને પ્રભારી મંત્રી તરીકે નિમવામાં આવ્યાં છે.
રાજકોટમાં રાધવજી પટેલને પ્રભારી મંત્રી અને રાહુલ ગુપ્તાને પ્રભારી સચિવ બનાવાયા છે. સુરતમાં કનુભાઈ પ્રભારી મંત્રી છે તો આર બી બારડને પ્રભારી સચિવ તરીકે નિમવામાં આવ્યાં છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને વડોદરાના પ્રભારી મંત્રી તરીકેની ફરજ સોંપાઈ છે. જ્યારે વિનોદ આર રાવને પ્રભારી સચિવ તરીકે નિમવામાં આવ્યાં છે. જામનગરમાં મુળુભાઈ બેરાને પ્રભારી મંત્રી અને અનુપમ આનંદને પ્રભારી સચિવ તરીકેનો ચાર્જ સોંપાયો છે.
ગુજરાતના 33 જિલ્લાઓમાં પ્રભારી સચિવોની નિમણૂક કરાઈ
Advertisement