Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત એસટી નિગમ દ્વારા તલાટીની પરીક્ષામાં ઉમેદવારો માટે 4500 થી વધુ બસોની વ્યવસ્થા કરી

Share

ગુજરાતમાં આગામી 7 મી મેના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાવાની છે. પરીક્ષા આપવા માટે ઉમેદવારો સમયસર પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી શકે તે માટે ગુજરાત એસટી નિગમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. તલાટીની પરીક્ષા માટે ચાર હજારથી વધુ બસો મુકવામાં આવશે. આ પરીક્ષા માટે એસટી નિગમ 60 ટકા જેટલી બસોની ફાળવણી કરશે. વેકેશન હોવાથી અન્ય મુસાફરોની પણ અવરજવર હોવાથી ઉમેદવારોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ ઝડપથી એડવાન્સ બુકિંગ કરાવી દે જેથી પરીક્ષાના દિવસે કોઈ તકલીફ પડે નહીં.

ગુજરાત એસટી નિગમના મેનેજિંગ ડાયરેક્ટર એમ એ ગાંધીએ મીડિયાને જણાવ્યું હતું કે, જેવી રીતે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી તે જ રીતે તલાટીની પરીક્ષા યોજાશે. આ માટે અમે તમામ તૈયારીઓ કરી છે. જુનિયર ક્લાર્ક વખતે 3500 બસો મુકાઈ હતી પણ આ વખતે 8.50 લાખ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યાં છે. જેથી અંદાજે 2 લાખ જેટલા ઉમેદવારો એસટી બસનો ઉપયોગ કરશે તેવી શક્યતાઓને પગલે આ વખતે 4500 બસો મુકવાનું આયોજન છે.

Advertisement

તેમણે કહ્યું હતું કે, ઉમેદવારોને અમે અપીલ કરીએ છીએ કે, તેઓ જો એસટી બસમાં મુસાફરી કરવાના હોય તો તેઓ એડવાન્સ બુકિંગ કરાવી લે, જેથી તેઓને કોઈ તકલીફ ન પડે. ગુજરાત એસટી નિગમ દ્વારા 24 કલાક કંટ્રોલ રૂમ પણ અમદાવાદ ઓફિસ ખાતે શરૂ કરવામાં આવ્યો છે. પરીક્ષાના દિવસે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેના માટે થઈ અને પોલીસ બંદોબસ્તની પણ માંગણી કરવામાં આવી છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારો ઘરે પરત ફરતા હોય છે ત્યારે ભીડ થતી હોય છે. જેથી તમામ એસ.ટી બસ સ્ટેન્ડ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે પણ જાણ કરી દેવામાં આવી છે.


Share

Related posts

જંબુસર પંથકમાં રખડતા ઢોરના આતંક સામે પ્રજા લાચાર, રસ્તે ચાલતી બાળકીને ઢોરે શીંગડે ઉછાળી.

ProudOfGujarat

નેત્રંગના મોદલીયા ગામે ફંટીના અડફેટે ઇકકો ગાડીમાં સવાર અક્કલકુવાની મહિલાનું મોત.

ProudOfGujarat

ભરૂચ : ઝધડિયા તાલુકાનાં ખર્ચી ગામ ખાતે 5 વર્ષ પહેલા બનેલી ઘટનાનાં પ્રત્યાધાત સિવિલ હોસ્પિટલ સુધી પહોંચ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!