બુધવારથી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થઈ ગયો છે હવે સિલિન્ડર દીઠ લગભગ ૧૪૫ રૂપિયા સુધી ગ્રાહકોને વધારે આપવા પડશે. આજથી નવો ભાવ લાગુ થયા બાદ ૧૪ કિલોની ગેસ સિલિન્ડર ૧૪૫ રૂપિયા વધીને મળશે.નવા ભાવને તાત્કાલિક લાગુ કરી દેવાયા છે.ઇન્ડિયન ગેસનાં એજન્ટ અનુસાર ૧૧ ફેબ્રુઆરી સુધી ૭૩૦ રૂપિયા હતાં જે વધી ને ૧૨ ફેબ્રુઆરીનાં રોજ જી.એસ.ટી સહિત સરકારી ટેક્સ મુજબ ૮૭૫ રૂપિયા થઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય બજેટ પેહલાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર રેકોર્ડ ૨૨૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો એ વેપારીઓને કોમર્સ સિલિન્ડર માટે ૧૫૫૦ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. સરકાર દર વર્ષે ૧૨ સિલિન્ડર પર જે સબસિડી આપે છે તેની કિંમત પણ મહિને દર મહિને બદલતી રહે છે. સરકાર એક વર્ષમાં પ્રત્યેક ઘર માટે ૧૪.૨ કિ.ગ્રા.ના ૧૨ સિલિન્ડર પર સબસિડી આપે છે. તેનાથી વધુ સિલિન્ડર જોઈએ તો બજાર મૂલ્ય પર ખરીદી કરવી પડે છે. સામાન્ય બજેટ પેહલાં કોમર્શિયલ ગેસ પર ૨૨૫ રૂપિયાનો ભાવ વધારો કર્યો હતો. હાલમાં સબસીડીવાળા ગેસ સિલિન્ડર ઉપર ૧૪૫ રૂપિયાનો ભાવ વધારો કરી આમ જનતાની કમર તોડી નાખી છે.મોંઘવારીનાં મારથી પ્રજા આમ જ પરેશાન છે તેમાં ગેસ સિલિન્ડરનાં ભાવોમાં વધારો અસહ્ય બની રહ્યો છે.સરકાર ૧ એપ્રિલથી ૩૧ માર્ચ સુધીમાં ૧૨ પર સિલિન્ડર સબસીડી આપે છે.જેની કિંમત ગ્રાહકોને ૫૬૧ રૂપિયામાં ભાવે મળે છે.
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ