Proud of Gujarat
FeaturedGujaratINDIA

તલાટીની પરીક્ષામાં 17 લાખમાંથી 8.65 લાખ ઉમેદવારોએ સંમતિપત્રક ભર્યા

Share

આગામી સાતમી મે ના રોજ તલાટીની ભરતી પરીક્ષા યોજાશે. આ પરીક્ષા માટે આજે સંમતિ પત્રક ભરવાનો છેલ્લો દિવસ હતો. ઉમેદવારો માટે હવે સંમતિ પત્રક ભરવાનો સમય પૂર્ણ થઈ ગયો છે. જે ઉમેદવારોએ સંમતિ પત્રક ભર્યા છે તેઓ જ આગામી સમયમાં કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. તેમજ જેમને સંમતિ પત્ર નથી આપ્યુ એમને ફી પરત આપવામાં આવશે નહી. ગત પરીક્ષા જેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. જે કેન્દ્ર ઉપલબ્ધ થયા છે એમાથી શ્રેષ્ઠ કેન્દ્રોનો ઉપયોગ કરીશું.

પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આજે તલાટીની પરીક્ષા માટે સંમતિ પત્રક ભરવાનો સમય પૂર્ણ થઈ ગયો છે અને જે લોકોએ આ સંમતિ પત્રક ભર્યા છે તેઓ જ આગામી સમયમાં પરીક્ષા માટે કોલ લેટર ડાઉન લોડ કરી શકશે. તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધીમાં 17 લાખથી વધુ લોકોએ તલાટીની પરીક્ષા માટેના ફોર્મ ભર્યાં છે તેમાંથી 8 લાખ 65 હજાર ઉમેદવારોએ સંમતિ પત્રક ભર્યા છે. બાકીના લોકોને પરીક્ષાની ફી પરત આપવામાં આવશે નહીં તેવી પણ તેમણે સ્પષ્ટતા કરી છે.

Advertisement

તેમણે ડમી ઉમેદવારને લઈને કહ્યું હતું કે, ડમી ઉમેદવારો સામે ત્વરીત પગલા લેવાશે. આ ઉપરાંત ભૂતકાળના ડમીકાંડ વિશે પણ માહિતી મળશે તો કાર્યવાહી થશે. તેમજ આગામી સમયમાં પરીક્ષામાં ગેરરીતિને ચલાવી નહીં લેવામાં આવશે. જે પણ કોઈ ગેરરીતિ કરતાં પકડાશે તેને માટે સરકારે કાયદો બનાવ્યો છે તેના હિસાબે પગલાં ભરવામાં આવશે.


Share

Related posts

એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડે તેની પેટાકંપનીઓનું પોતાની સાથે મર્જર પૂર્ણ કર્યું

ProudOfGujarat

રાજપીપળા : બે વર્ષમાં 22000 વૃક્ષો વાવનાર નર્મદાનું કુંવરપરા વૃક્ષપ્રેમી અને પર્યાવરણ પ્રેમી ગામ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં શિયાળા ની ઋતુ ની શરૂઆત સાથે ગરમીનું વાતાવરણ યથાવત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!