Proud of Gujarat
FeaturedGujaratINDIA

જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં આરોપીઓ પાસેથી પેપર ખરીદનારા 30 વિદ્યાર્થીઓની ધરપકડ

Share

આગામી 09 એપ્રિલના રોજ રાજયમાં આશરે 10 લાખ વિદ્યાર્થીઓ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવાના છે. અગાઉ જુનિયર ક્લાર્ક પેપર લીક કેસમાં ગુજરાત ATS એ હાલ વધુ 10 આરોપીઓની ધરપકડ કરી છે. જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે અત્યાર સુધીમાં 25 થી વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તે ઉપરાંત ATS એ આરોપીઓ પાસેથી પેપર ખરીદનારા 30 જેટલા પરીક્ષાર્થીઓની પણ ઝડપી પાડયા છે.

આ પેપર લીકના મુખ્ય આરોપી ભાસ્કર ચૌધરીની વડોદરા ખાતેની સ્ટેકવાઈઝ ટેકનોલોજી ઓફિસ પર દરોડા પાડીને તેની ઓફિસ ખાતેથી તથા આ કેસમાં સંડોવાયેલ અન્ય આરોપી એજન્ટોના વાહનોમાંથી આ ધરપકડ કરેલ પરીક્ષાર્થીઓના 29 જાન્યુઆરી 2022 ના રોજ લેવાનાર જુનિયક ક્લાર્કની પરીક્ષાના કોલલેટર, કોરા ચેક, અસલ સર્ટીફિકેટ તથા અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતાં.

Advertisement

આ ધરપકડ કરાયેલ પરીક્ષાર્થીઓની વધુ પુછપરછ કરતાં પરીક્ષાર્થીઓને વડોદરા ખાતે સ્ટેકવાઈઝ ટેકનોલોજી ઓફિસ ખાતે જુનિયર ક્લાર્કની પરીક્ષાની આગળની રાત્રે પરીક્ષામાં પુછાનાર પ્રશ્નોની વિગતો આપવામાં આવનાર હતી. જેના બદલામાં તેઓ દ્નારા પેપરલીકના આરોપીઓને 12 થી 15 લાખ રૂપિયા આપવાના નક્કી કરવામાં આવ્યું હતું. પોલીસે 30 પરીક્ષાર્થીઓની ધરપકડ કરી છે. બાકી રહેલા પરીક્ષાર્થીઓની ધરપકડ કરવાની બાકી છે. જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપરલીક મામલે ગુજરાત ATS ટીમ ખૂબ સક્રિય જોવા મળી રહી છે અને તે એક પછી એક તમામ આરોપીઓની ધરપકડ કરી રહી છે. એવામાં હાલ જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં સંડોવાયેલા વધુ 10 આરોપી ઝડપાયા છે. જે બાદ હવે જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં અત્યાર સુધી 25 થી વધુ આરોપીઓ ઝડપાયા છે.


Share

Related posts

જંબુસર ખાતે અાંકડાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાતા પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી.

ProudOfGujarat

ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં નવા સત્રમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ માટે પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ભુજમાં ધો.10 ના વિદ્યાર્થીનું ધાર્યું પરિણામ ન આવતાં ફાંસો ખાઇ આપઘાત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!