Proud of Gujarat
FeaturedGujaratINDIA

ધોરણ 12 સંસ્કૃતનું પેપર આ તારીખે ફરીથી લેવાશે.

Share

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં વધુ એક છબરડો સામે આવ્યો છે. બોર્ડ દ્વારા લેવાઈ રહેલી ધોરણ 12 ની પરીક્ષામાં સંસ્કૃતના પેપરમાં જૂના કોર્સમાંથી પ્રશ્નો પૂછાયા હતા. હવે આ પેપર ફરીવાર લેવામાં આવશે. આ પેપર આગામી 29 મી તારીખે લેવાશે તેમ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યુ હતું.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલ ધોરણ 12 ની પરીક્ષા લેવાઈ રહી છે. આ પરીક્ષમાં ગત 20 મી તારીખે સંસ્કૃત વિષયના પેપરમાં 90 ટકા જેટલા પ્રશ્નો જુના કોર્સમાંથી પૂછવામાં આવ્યા હતા. કોર્સ બહારનું પૂછાતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો અને આ અંગે વાલીઓ દ્વારા આ પેપર ફરીથી લેવા બોર્ડ મેમ્બરોને રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ શિક્ષણ બોર્ડ દ્વારા આ પેપર આગામી 29 મી તારીખે લેવાનો નિર્ણય કર્યો છે.

Advertisement

Share

Related posts

રાજપીપલા: સેલંબા ગામે હિન્દુ મુસ્લીમ કોમ વચ્ચે કોમી વૈમનસ્ય પેદા થાય તેવે મેસેજ વાયરલ કરવાની ફરિયાદ..!

ProudOfGujarat

વાંકલ: માંગરોળના વડ ગામે સરધસ અને જાદુના ખેલ બતાવનારા જાદુગર સામે ગુનો નોંધાયો.

ProudOfGujarat

ભરૂચમાં એક સ્કૂલના ટ્રસ્ટીએ શિક્ષિકા પર નજર બગાડતા છેડતીની ફરિયાદ નોંધાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!