Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાહુલ ગાંધીનું સાંસદનું સભ્યપદ રદ કરાયું, માનહાનિ કેસ બાદ લેવાયો નિર્ણય

Share

રાહુલ ગાંધી અને કોંગ્રેસની સાથે વિપક્ષ માટે એક આંચકાજનક અહેવાલ આવ્યા છે. રાહુલ ગાંધીનું સાંસદ સભ્યપદ પદ લોકસભા સચિવાલયે રદ કરતાં આ મામલે નોટિફિકેશન જાહેર કરી દીધી છે. ગુરુવારે સુરતની કોર્ટે તેમને મોદી અટક પર કરેલી ટિપ્પણી મામલે માનહાનિના કેસમાં દોષિત જાહેર કરતાં બે વર્ષની સજા ફટકારી હતી અને તેમને 15 હજાર રૂપિયાનો દંડ પણ કર્યો હતો. ત્યારબાદ તેમને જામીન પણ અપાયા હતા. તેઓ કેરળના વાયનાડથી સાંસદ હતા.

રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં સુરત કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી. રાહુલ ગાંધીએ સમગ્ર મોદી સમુદાય વિશે વાંધાજનક નિવેદન આપ્યું હતું. આ કારણે કોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો. જોકે કોર્ટે એક મહિના માટે સજા પર રોક લગાવી છે જેથી તે ઉચ્ચ અદાલતમાં અપીલ કરી શકે પરંતુ તેની સજા પર સ્ટે મૂક્યો નથી. કોર્ટે તેને જામીન પણ આપ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : જંબુસરમાં તૂટેલી કેનાલોથી ખેડુતો મુશ્કેલીમાં, નિરાકરણ નહિ આવે તો આંદોલનની ચીમકી…

ProudOfGujarat

પોલીસ નો સપાટો-ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે કેબલ બ્રિજ નજીકથી વિદેશી દારૂ ભરેલી 8 જેટલી લક્ઝુરિયસ કાર ઝડપી પાડી…

ProudOfGujarat

લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે રાજીવ ગાંધીની પુણ્યતિથિની ઉજવણીના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા ફૂડ પેકેટ વિતરણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!