Proud of Gujarat
FeaturedGujaratINDIA

RTE અંતર્ગત પ્રવેશ માટે અરજી કરવાની તારીખ જાહેર કરાઇ.

Share

પોતાના બાળકને આરટીઈ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ અપાવવા માટે ગરીબ અને મધ્યમવર્ગના વાલીઓ દર વર્ષે આતુરતાથી રાહ જોતા હોય છે. વાલીઓની આ આતુરતા બસ હવે પૂર્ણ થવાની તૈયારીમાં જ છે. રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ માટે અરજી કરવાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે.

દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેમના સંતાનોને ઉત્તમ શિક્ષણ મેળવી શકે. જોકે કેટલાક પરિવારની આર્થિક પરિસ્થિતિના કારણે તેમના બાળકો સારી શાળામાં પ્રવેશ ન મળતા તેઓ મુંઝવણ અનુભવતા હોય છે. આ માટે રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદા હેઠળ કોઈપણ બાળક ધોરણ 1 થી 8 માં વિનામૂલ્યે ખાનગી શાળામાં ભણી શકે છે. બાળકોને પ્રાઇવેટ શાળાઓમાં સરકારના ખર્ચે ભણાવી શકાઈ છે. આ માટે ઓનલાઈ ફોર્મ ભરવાનુ હોય છે. દેશના દરેક બાળકને શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે જેથી ખાનગી શાળાઓમાં કેટલીક સીટો RTE હેઠળના બાળકો માટે અનામત રાખવામાં આવે છે.

આ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ માટે વાલીઓએ તારીખ 30 મી માર્ચથી 11 મી એપ્રિલ દરમિયાન અરજી કરવાની રહેશે. આ ઉપરાંત મહત્વની બાબત એ છે કે ધોરણ 1 માં પ્રવેશ મેળવવા માટે બાળકની ઉમર 31 મે 2023 ના રોજ 6 વર્ષ પૂર્ણ થઈ ગઈ હોવી જરુરી છે. વાલીઓએ RTE માટેનું ફૉર્મ ઓફિસિયલ વેબસાઈટ પરથી ભરવાનું રહેશે. આ માટેની વેબસાઈટ rte.orpgujarat.com છે. વેબસાઈટ પર ફોર્મ ભરતી વખતે જરુરી તમામ આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.

Advertisement

Share

Related posts

વાંકલ : માંગરોળ તાલુકાના વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબસેન્ટર કંટવાવ ખાતે રસીકરણ અભિયાન હાથ ધરાયું…

ProudOfGujarat

પ્રશાંત આશ્રમશાળા ખાતે બાળકોને નોટબુક પેનનું વિતરણ કરાયું

ProudOfGujarat

નડિયાદ : વડતાલધામને દિવાળી પર્વ નિમિત્તે શણગારવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!