Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્યમાં TET-1 અને TET-2 ની પરીક્ષાની તારીખની શિક્ષણ વિભાગે કરી જાહેરાત

Share

શિક્ષણ વિભાગ દ્વારા TET- 1 અને TET-2 ની યોગ્યતા કસોટીની તારીખ જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા ટેટ-1 અને ટેટ-2 ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. રાજ્યની સરકારી શાળામાં ખાલી પડેલી પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે પરીક્ષા લેવામાં આવશે.

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટેની TET-1 અને TET-2 માટેની યોગ્યતા કસોટીની તારીખ આજે જાહેર કરવામાં આવી છે. TET-1 અને TET-2 માટે ઓનલાઈન અરજી અન્વયે બંનેની યોગ્યતા કસોટી એપ્રિલમાં યોજવામાં આવશે. TET-1 કસોટી આગામી એપ્રિલની 16 મી તારીખના રોજ યોજાશે જ્યારે TET-2 કસોટી આગામી એપ્રિલની 23 મી તારીખે યોજાશે. રાજ્યભરમાંથી TET-1 માટે અંદાજે 87 હજાર અને TET-2 માટે અંદાજે 2 લાખ 72 હજાર જેટલા ઉમેદવારો કસોટી આપશે. પ્રાથમિક શિક્ષક બનવા માટે TET-1 અને TET-2 કસોટી પાસ કરવી ફરજિયાત છે. ધોરણ 1 થી 5 માં શિક્ષકની નોકરી માટે ઉમેદવારોએ TET-1 પરીક્ષા પાસ કરવી પડે છે અને ધોરણ 6 થી 8માં શિક્ષક બનવા માટે TET-2 ની પરીક્ષા પાસ કરવી પડે છે.

Advertisement

Share

Related posts

સુરત: વર્તમાન સમયમાં પ્રદૂષણ અને રોડ સેફ્ટી ખૂબ મોટી સમસ્યા બની ગઈ છે. ત્યારે ઓરિસ્સાનાં એક વયોવૃધ્ધ આ બંને વિષયો અંગે યુવાનોમાં જાગૃતિ આવે તેવા આશયથી સાયકલ યાત્રા યોજી રહ્યા છે.

ProudOfGujarat

પંચમહાલ : મકાન, દુકાન કે એકમ સહિતની મિલકતો ભાડે આપતા અગાઉ પોલિસ સ્ટેશને જાણ કરવી ફરજિયાત.

ProudOfGujarat

ગોધરા : રાહુલ ગાંધીની ED દ્વારા પુછપરછ મામલે જીલ્લા કોંગ્રેસના ધરણા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!