ધોરણ 12 ના 6.83 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા 1 જુલાઈથી શરૂ થવાની છે. દર વર્ષની જેમ પરીક્ષા યોજાશે, પરંતુ આ પ્રશ્નપત્ર સિવાય તમામ બાબતોમાં બદલાવ જોવા મળશે કોરોનાને કારણે તમામ ક્ષેત્રમાં બદલાવ જોવા મળ્યો છે, ત્યારે શિક્ષણ વિભાગ પર પણ તેની અસર થઇ છે. છેલ્લા 15 માસથી શિક્ષણ ઓનલાઈન ચાલી રહ્યું છે. વિદ્યાર્થીઓ અને નિરીક્ષકોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે શાળાઓમાં ભણતા ધોરણ 1 થી 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. જ્યારે ધોરણ 12 ની પરીક્ષા હવે યોજાવવાની છે, જેમાં કોરોનાની ગાઈડલાઈનનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે. ત્યારે અમદાવાદમાં દર વર્ષે ધોરણ 12 ની 200 બ્લોકમાં લેવાતી GSEB ની પરીક્ષા માટે વધુ 100 બ્લોક ઉમેરવા પડશે. જેથી કુલ 300 બ્લોકમાં પરીક્ષા લેવી પડશે.
અગાઉ વર્ગખંડમાં જેટલા વિદ્યાર્થીઓને બેસડવામાં આવતા હતા. તેના કરતા ઓછા વિદ્યાર્થીઓને બેસાડીને પરીક્ષા યોજવામાં આવશે. વિદ્યાર્થીઓને ફરજિયાત માસ્ક પહેરવું પડશે અને સેનિટાઈઝરનો પણ ઉપયોગ કરવો પડશે. વિદ્યાથીઓ માટે અગાઉ પરીક્ષામાં 200 બ્લોકની વ્યવસ્થા હતી, તે વધારીને હવે 300 કરવામાં આવશે.