ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડના સાથે મળીને એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કરોડોની કિંમતનું ડ્રગ્સ પકડ્યુ હતું. ભારતીય કોસ્ટગાર્ડને ભારતીય જળસીમામાં ડ્રગ્સ ઘુસાડવાની માહિતી ગુપ્ત રીતે મળી હતી. આ માહિતીના આધારે અરબી સમુદ્રમાં મધદરિયે સર્ચ ઓપરેશન કર્યુ હતુ જેમાં કરોડોના મુલ્યનું ડ્રગ્સ ઝડપી પાડ્યુ હતું. આ ઓપરેશનમાં 5 ક્રૂ મેમ્બર્સની ધરપકડ કરવામાં આવી હતી.
ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડે એક મોટી સફળતા મળી છે. ગઈકાલે પોરબંદરના મધદરિયે ભારતીય જળસીમામાંથી 425 કરોડની કિંમતના 61 કિલો નારકોટિક્સ ડ્રગ્સના જથ્થા સાથે પાંચ ક્રૂ અને એક ઈરાની બોટને ઝડપી પાડી હતી. ગુજરાત ATSને ચોક્કસ ગુપ્ત માહિતી મળી હતી તેના આધારે ગઈકાલે સમુદ્રમાં પેટ્રોલિંગ શરુ કર્યુ હતું. આ ઓપરેશનમાં અરબી સમુદ્રમાં ઓખાના દરિયા કિનારેથી 340 કિમી દુર એક બોટમાં શંકાસ્પદ હિલચાલ થતા ICGએ બોટનો પીછો કર્યો હતો અને તપાસ કરતા તેમા માદક દ્રવ્યો જથ્થો મળી આવ્યો હતો.
ICGએ ATS સાથેના સંકલનમાં છેલ્લા અઢાર મહિના દરમિયાન આઠ વિદેશી જહાજોને પકડી લીધા છે અને રૂપિયા 2355 કરોડની કિંમતના 407 કિલોગ્રામ માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો છે. આ બોટ ઈરાની બોટ હોવાનું જાણવા મળ્યું હતું જેમાં ઈરાની નાગરિકતાના પાંચ ક્રૂ મેમ્બર હતા.