સુબીર તાલુકાના ખાંભલા કેન્દ્રની પ્રાથમિક શાળામાં વાર્ષિક શૈક્ષણિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. દસ વર્ષ બાદ ફરી પાછું પ્રાથમિક શાળાઓમાં બાળકોની પ્રતિભાને એક સ્ટેજ મળે એ હેતુથી વાર્ષિક શૈક્ષણિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાંભલા કેન્દ્રની 11 શાળાઓએ નિબંધ સ્પર્ધા, સુલેખન સ્પર્ધા, મનોરંજન સ્પર્ધા અને વાર્તા સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સુબીર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રતિલાલભાઈ રાઉત,તાલુકા સદસ્ય રવિનાબેન, માળગા પંચાયતના સરપંચ અર્જુનભાઈ, તાલુકા પ્રાથમિક શિક્ષણાઅધિકારી, બી.આર.સી, કેળવણી નિરીક્ષક, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આંતરિક ઓડિટર રણજીતભાઈ પટેલ,તાલુકા સંઘના હોદ્દેદારો તથા આજુબાજુના ગામ પંચાયતના સરપંચો,સભ્યો એસ.એમ.સી કમિટીના સભ્યો, લક્ષ્મણભાઈ કાનડે તથા તાલુકાના અલગ અલગ કેન્દ્રના શિક્ષકો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
કાર્યક્રમમાં સુલેખન સ્પર્ધા ધોરણ 3 થી 5 પ્રાથમિક શાળા ખાંભલા, સુલેખન સ્પર્ધા ધોરણ 6 થી 8 ખાજૂરના પ્રાથમિક શાળા, નિબંધ સ્પર્ધા, ખાજુરના પ્રાથમિક શાળા, વાર્તા સ્પર્ધામાં ખાંભલા પ્રાથમિક શાળા, મનોરંજન સ્પર્ધા ધોરણ 1 થી 5 આમસરપાડા પ્રાથમિક શાળા, મનોરંજન સ્પર્ધા ધોરણ 6 થી 8 બીજુરપાડા પ્રાથમિક શાળા.આ તમામ શાળાઓએ કેન્દ્ર કક્ષાએ પ્રથમક્રમે પસંદ થઈ હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે ખાંભલા કેન્દ્રના કેન્દ્ર શિક્ષક દલપતભાઈ પટેલ દ્વારા જહેમત ઉઠાવી હતી. સૌ મહેમાનોએ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.કેન્દ્રમાં વિશેષ કામગીરી કરનાર અને વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર બાળકો અને બાળકોની હાજરી, શિક્ષણ કાર્યમાં ઉત્તમ કામગીરી કરનાર કેન્દ્રના સૌ બાળકો અને શિક્ષકોનું પણ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. પસંદ થયેલ શાળા અને ભાગ લેનાર શાળાને પણ ટ્રોફી, રોકડ ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મુકેશભાઈ બીજુરપાડા અને એમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ સી.આર.સી. જયરાજ પરમારે કરી કાર્યક્રમને સફળ બનવવા માટે મદદરૂપ થનાર અને આમંત્રણને માન આપી કાર્યક્રમની શોભા વધારી પ્રોત્સાહન આપનાર સૌનો આભાર માન્યો હતો.
સુબીર તાલુકાના ખાંભલા કેન્દ્રમાં વાર્ષિક શૈક્ષણિક સંમેલન યોજાયું.
Advertisement