Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત સરકાર પેપરલીકને લઈ કડક કાયદો લાવશે, પેપર ફોડનારને 1 કરોડનો દંડ અને 10 વર્ષની સજા

Share

ગુજરાતમાં પેપરલીકની ઘટનાઓને રોકવા માટે સરકાર હવે કડક કાયદો લાવવા જઈ રહી છે. આગામી વિધાનસભાના બજેટ સત્રમાં સરકાર આ કાયદાનું બિલ રજૂ કરી શકે છે. આ બિલમાં પરીક્ષામા ચોરી કરનારને ત્રણ વર્ષની સજા અને એક લાખનો દંડ તથા પેપર ફોડનારને ઓછામાં ઓછો એક કરોડ રૂપિયાનો દંડ અને 10 વર્ષની સજાની જોગવાઈ રાખવામાં આવી છે. આ બીલ ધારાસભ્યોને આપી દેવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

સરકાર પેપરલીક મામલે કડક કાર્યવાહી કરવા માંગે છે. પેપર લીક જેવા કૌભાંડને લઈને સરકાર સામે સવાલો થઈ રહ્યાં છે. નવા કાયદામાં ભરતી પ્રક્રિયામાં સામેલ તમામ સરકારી અને બિનસરકારી સભ્યોની બેદરકારી બદલ કડક સજાની જોગવાઈ કરાઇ છે. જેમાં આરોપીઓ સામે 10 વર્ષની કેદની જોગવાઈઓ સાથે 1 કરોડ રૂપિયા સુધીના દંડની કડક જોગવાઈઓ સાથે નવો કાયદો વિધાનસભામાં પસાર થઈ શકે છે. સરકારે પરીક્ષામાં થતી ગેરરીતિઓ અટકાવવા માટે, સામાન્ય લોકોનો વિશ્વાસ કેળવવા અને ટકાવી રાખવા તેમજ જાહેર ભરતી પરીક્ષામાં બિન-વિવાદાસ્પદ વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે આ કાયદો અમલમાં લાવવાની તૈયારીઓ કરી છે.

Advertisement

વિધાનસભા ગૃહમાં વિધેયક લાવવામાં આવશે. આ વિધેયકમાં એવી જોગવાઈ હશે જેમાં પેપર ફોડનારા આરોપીની મિલકત જપ્ત કરી નુકસાનની ભરપાઈ કરાશે. દોષિત પરીક્ષાર્થી 2 વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે. તે ઉપરાંત પેપર લીક કરનાર સામે બિન જામીનપાત્ર ગુનો દાખલ થશે

પેપર લીકની અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે સતત બનતી આ ઘટનાઓના કારણે વિદ્યાર્થીઓના ભાવિ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. સરકારને લોકોના રોષનો ભોગ બનવું પડી રહ્યું છે. મોટા હોદ્દેદારો કે જેઓ બદલાય છે પરંતુ પદ્ધતિ ના બદલાતી હોવાથી આ પ્રકારની ઘટનાઓ સતત બનતી રહે છે ત્યારે આ ઘટનાઓ સામે અનેક સવાલો પણ પરીક્ષા મામલે ઉભા થયા છે.


Share

Related posts

અંકલેશ્વર અંસાર માર્કેટ પાછળ રેલવે ફાટક પાસે કચરામાં ભીષણ આગ લાગી…

ProudOfGujarat

વલસાડ જિલ્લામાં શાળા સલામતી સપ્તાહનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્‍ટરશ્રી સી.આર.ખરસાણ

ProudOfGujarat

લ્યો બોલો – અંકલેશ્વર પ્રતિન ચોકડી વિસ્તારમાં પોલીસ મથક પાસે જ થયેલ લાખોની ચીલ ઝડપ મામલે ફરિયાદી એ ફરિયાદ આપવાનું ટાળ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!