Proud of Gujarat
FeaturedGujaratINDIA

Union Budget 2023 : જાણો ઉદ્યોગપતિઓ બજેટ વિશે શું કહે છે !!!!

Share

આગામી 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ થનાર છે. ત્યારે વિવિધ ઉદ્યોગ ક્ષેત્રના સ્થાપકો અને ઉદ્યોગપતિઓ આ બજેટ પર મીટ માંડીને બેઠા છે. ઈ-વાહન સાથે ભારત ગ્રીન એનર્જી તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આગામી બજેટમાં ઈ-વાહન ઉત્પાદકોને બજેટમાંથી છૂટની જરૂર છે, સબસિડી ચાલુ રાખવા માટે વિચારણા કરવી જોઈએ તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે.

ઇ- વાહનના ઉદ્યોગકારો એ યુનિયન બજેટ પર મંતવ્ય રજૂ કરતા જણાવ્યું કે, જેવી રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સબસિડીમાં સહાય કરે છે, પણ એ સબસીડી જરૂરિયાત સુધી પહોંચે,  તથા સબસીડીને તમામ ઉદ્યોગો માટે રજૂ કરવામાં આવે, જેથી ઇ-વાહનોનું ઉત્પાદન અને ચલણમાં વધારો થાય. જી.એસ.ટી. ઘણું રોકાણ અટકે છે, જેથી ઇ -વાહનની ગતિશીલતામાં અવરોધ આવી રહ્યો છે. તો આ જી.એસ.ટીની ટકાવારીમાં થોડો બદલાવ આવે એવી આશા છે.

કન્સ્ટ્રકશન કંપની અને ગ્રીન એનર્જીના ઉદ્યોગપતિઓએ મંતવ્ય રજૂ કરતા જણાવ્યું કે, રો મટિરિયલના ભાવમાં ખૂબ વધારો નોંધાઇ રહ્યો છે. તથા આયાત નિકાસમાં આયતના ભાવમાં પણ વધારો છે. જેથી વસ્તુઓ મોંઘી થઈ રહી છે. કંપની કરતા ગ્રાહકોના માથે ભાર વધી રહ્યો છે. પરંતુ યુનિયન બજેટમાં મોંઘવારીને ધ્યાનમાં રાખવામાં આવે. અને ખાસ કરીને હાઇડ્રોજન અને રિયુએબલ એનર્જી પર વધુ ભાર મૂકવામાં આવે, તો આવનારો સમય જ આ ગ્રીન એનર્જી પર છે. તો ગ્રીન એનર્જીને ધ્યાનમાં રાખીને સરકારી યોજનાઓ બને એવી આશા વ્યક્ત કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વસાવા VS વસાવા, સાંસદે છોટુ વસાવા અને મહેશ વસાવાને મચ્છર સમાન ગણાવ્યા તો ધારાસભ્ય છોટુ વસાવાએ સાંસદને બધું આ પોપટ અને જોકર ગણાવ્યા.

ProudOfGujarat

દહેગામ થી કુકરવાડા જવાના રસ્તા પરથી વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ ગ્રામ્ય પોલીસ

ProudOfGujarat

ભરૂચ : વેલ્ફર હોસ્પિટલ ખાતે લાગેલ આગનાં મામલે આમ આદમી પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ઘટના સ્થળની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!