Proud of Gujarat
FeaturedGujaratINDIA

2900 કેન્દ્રો પર આવતીકાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે, 9 લાખથી વધુ ઉમેદવારોએ કરી અરજી

Share

ઘણા લાબાં સમયથી સરકારી ભરતીની પરીક્ષાઓ માટે ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે. ત્યારે આવતીકાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવશે. ગીર સોમનાથ સિવાયના તમામ જિલ્લાઓમાં આ પરીક્ષા લેવામાં આવશે. સવારે 11 થી 12 કલાક સુધી પરીક્ષા યોજાશે. પરીક્ષામાં કોઈ બનાવ ન બને તે માટે તંત્ર એલર્ટ થયું છે. 9 લાખથી વધારે ઉમેદવારો આ પરીક્ષા આપશે.

ગુજરાતમાં આવતીકાલે લેવાનાર પરીક્ષા માટે દરેક જિલ્લાના હેલ્પલાઈન નંબર પંચાયત મંડળની વેબસાઈટ પર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત દરેક જિલ્લાઓ ખાતે કુલ 42 જેટલા સ્ટ્રોંગરૂમ રાખવામાં આવ્યા છે. આ પરીક્ષા માટે સમગ્ર રાજયના તમામ જિલ્લાઓ પર પરીક્ષાનું સંચાલન કરવા માટે 7500 જેટલા પોલીસ કર્મીઓ સહિત આશરે 70,000 જેટલો સ્ટાફ કાર્યરત રહેશે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓના કુલ 2995 પરીક્ષા કેન્દ્રો તથા 31,794 વર્ગખંડોમાં આ પરીક્ષા યોજાનાર છે. આ ઉપરાંત મંડળની વેબસાઈટ પર કોઈપણ જાતની લાંચ કે લાલચ તેમજ છેતરપિંડી અંગેની જાહેર સુચના પણ આપવામાં આવી છે.

Advertisement

આ પરિક્ષાના કેન્દ્રોની અંદર તેમજ તેની આસપાસ 200 મીટરની એરિયામાં કોઇપણ વ્યકિત પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોન, કોર્ડલેસ ફોન, કેલ્યુલેટર, સ્માર્ટ વોચ-ટેબલેટ-સ્માર્ટ પેન કે અન્ય કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સના ઉપયોગ પર પ્રતિબંધ છે. આ પરીક્ષાના સમય દરમિયાન કોઈપણ અનઅધિકૃત લેખન સામગ્રી સાથે લઈ જઈ શકશે નહિ કે સાથે રાખી પરીક્ષાના કેન્દ્રોના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસોએ એકત્ર થવા અથવા ભેગા થઈ શક્શે નહી.

પરીક્ષાના એક દિવસ પહેલા તંત્ર દ્વારા તમામ કેન્દ્રમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈ અઈચ્છનિય બનાવ ન બને તે માટે તંત્ર એલર્ટ થયું છે.


Share

Related posts

નવસારી-દીકરા-વહુના નગ્ન ફોટા ઈન્ટરનેટ ઉપર મુકવાની ધમકી મળતા ફરિયાદ

ProudOfGujarat

ભરૂચમાં અનાજ કરિયાણાની દુકાનમાંથી 1.20 લાખની ચોરી કરી બે ગઠિયા ફરાર

ProudOfGujarat

આજથી કોરોના ગાઈડલાઇન અંતર્ગત 50 ટકા હાજરી સાથે ધોરણ 9 થી 11 ના ઓફલાઇન કલાસો થયા શરૂ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!