Proud of Gujarat
FeaturedGujaratINDIA

કમૂરતા પૂરા થવાની સાથે જ 17 જાન્યુઆરીથી લગ્નસરા જામશે.

Share

મકરસંક્રાતિમાં સૂર્યદેવનો મકર રાશિમાં પ્રવેશ થવાની સાથે જ ધનારક કમૂરતા પૂર્ણ થયા છે. 14 જાન્યુઆરીના શુક્રવારે મોડી સાંજે 8.46 વાગ્યે સૂર્યદેવે મકર રાશિમાં પ્રવેશ કર્યો હતો. કમૂરતા પૂરા થવાની સાથે જ હવે લગ્નકાર્યોની ધૂમ જોવા મળશે. જેમાં આગામી 6 માસમાં 51 લગ્નમૂહર્ત સાથે ઠેરઠેર લગ્નની શહેનાઇઓ ગૂંજશે.

સૂર્યના ધન રાશિમાં ભ્રમણની સાથે જ ધનારક શરૂ થયા હોય હિન્દુ શાસ્ત્રો પ્રમાણે લગ્ન સહિતના શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે. શનિવારે સાંજે સૂર્યદેવે મકર રાશિમાં પ્રવેશ કરતા જ કમૂરતા પૂરા થઇ ગયા હતા. પરંતુ ગ્રહોના સંયોગને પગલે 17 જાન્યુઆરીએ પહેલું લગ્નમૂહર્ત છે. ત્યાર બાદ જૂનમાં પૂરા થતા લગ્નસરા સુધીમાં 51 મૂહર્ત રહેશે.

Advertisement

કમૂરતા ઉતર્યા બાદ પણ ગુરુના અસ્ત, હોળાષ્ટક અને મિનારક જેવી સ્થિતિમાં લગ્નો લેવાતા નથી. માર્ચ માસમાં મિનારક છે. એપ્રિલમાં ગુરુનો અસ્ત છે. 14 માર્ચના મંગળવારથી 14 એપ્રિલના શુક્રવાર સુધી મિનારક છે. 1 એપ્રિલના શનિવારથી 28 એપ્રિલના શુક્રવાર સુધી ગુરુદેવનો અસ્ત છે. 26 ફેબ્રુઆરીના રવિવારથી 6 માર્ચના સોમવાર સુધી હોળાષ્ટક રહેશે.

હિન્દુ શાસ્ત્રો પ્રમાણે ગુરુ અને શુક્રનો અસ્ત થાય તે બન્ને યોગ દરમિયાન સામાન્યપણે લગ્નો લેવાતા નથી. સૂર્યદેવનું મીન રાશિમાં ભ્રમણ હોય ત્યારે મિનારક અને ધન રાશિમાં પ્રવેશ વેળાએ ધનારક કહેવામાં આવે છે. મિનારક અને ધનારક બન્ને સ્થિતિને કમૂરતા ગણવામાં આવતા હોય લગ્નમૂહર્ત લેવાતા નથી. ગત વર્ષે કોરોના સંકટ વચ્ચે લગ્ન આયોજનોને કેટલાક નિયંત્રણો નડયા હતા. તે સામે આ વર્ષે લગ્નમૂહર્તની ભરમાર સાથે વર-કન્યા પક્ષે આગોતરા આયોજનો કરી દીધા છે. 17 જાન્યુઆરીથી લગ્નમૂહર્તની સાથે જ લગ્નસરા જામશે.

જાન્યુઆરીમાં 7, ફેબ્રુઆરીમાં 9, મેમાં 18 અને જૂનમાં 11 મુહૂર્ત

જ્યોતિષીએ વધુમાં ઉમેર્યુ હતુ કે, લગ્નસરાની બાકી રહેલી સિઝનમાં જાન્યુઆરી માસમાં 7, ફેબ્રુઆરી માસમાં 9, માર્ચમાં 6, મેમાં 18 અને જૂનમાં 11 મૂહર્ત છે. 29 જૂનના રોજ દેવપોઢી એકાદશી સાથે જ લગ્નસરાની સિઝન પૂર્ણ થશે. ત્યાર બાદ ચાર માસના હિન્દુ ચાતુર્માસ પછી દેવઉઠી એકાદશીએ ફરીવાર નવી સિઝન શરૂ થશે.

હાલમાં જાન્યુઆરી માસમાં 17,18,25,26,27,28,અને 31 જાન્યુઆરીના રોજ, ફેબ્રુઆરીમાં 1,6,7,10,11,14,16,22,23ના રોજ, માર્ચ માસમાં 8,9,10,11,13,14ના રોજ, મે માસમાં 2,3,4,6,7,8,9,10,11,12,15,16,21,22,27,29,30 અને 31 તારીખના રોજ, જૂન માસમાં 3,6,7,8,11,12,13,23,26,27 અને 28 જૂનના રોજ મૂહર્ત છે. 29 જૂનના રોજ દેવપોઢી એકાદશી સાથે લગ્નસરા પૂર્ણ થશે.


Share

Related posts

સુરતના ચોકબજારમાં આર્યસમાજ ભવન પાસે પાર્ક કરાયેલી બે કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

ProudOfGujarat

તિલકવાડા તાલુકા સાવલી- ગંભીરપુરા રોડ ઉપર ટ્રકના વ્હીલ સાથે મોટર સાઇકલ અથડાતા અકસ્માતમાં મોટર સાઇકલ ચાલકનું મોત.

ProudOfGujarat

મુંબઈની કંપની સાથે કોપર સ્ક્રેપના વેપારીએ 11 લાખની છેતરપિંડી કરતા ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!