ગુજરાતમાં છેલ્લા ૧૩ દિવસથી કોરોનાના કેસમાં થઇ રહેલો સતત ઘટાડાનો ક્રમ આખરે અટક્યો છે. કોરોનાના ૩,૨૫૫ નવા કેસ નોંધાયા હતા, જ્યારે ૪૪ ના મૃત્યુ થયા હતા.
રાત્રી કર્ફ્યુને લઈને રૂપાણી સરકારે મોટો નિર્ણય કર્યો છે. હવેથી 36 શહેરમાં લાગુ રાત્રી કર્ફ્યુનો સમય રાત્રે 8 વાગ્યાને બદલે 9 કલાકે શરૂ થશે અને સવારે 6 કલાકે કર્ફ્યુ પુરું થશે. આ પહેલા રૂપાણીએ 36 શહેરમાં કેટલીક છૂટછાટ આપતા તમામ ધંધાઓ સવારે 9 થી બપોરે 3 કલાક સુધી ખુલ્લા રાખવાની છૂટ આપી હતી. રાજ્ય સરકાર દ્વારા આંશિક લોકડાઉનમાં આપવામાં આવેલી છૂટછાટ સુરતના જ્વેલર્સને કામમાં નથી આવી રહી. જેને લઈ વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી સમય ફેરફાર કરવા માંગ કરવામાં આવી છે. જેમાં જ્વેલર્સ ઉદ્યોગની ગાડી ફરીથી પાટા પર ચડી શકે તે માટે સવારે 9 થી 3 ના સમયના બદલે સવારે 10 થી સાંજે 8 વાગ્યા સુધી સમય કરવામાં આવે તેવી માંગ કરવમાં આવી છે.