અદાણી સીએનજીના ભાવમાં ફરી રુ. 1 નો વધારો કર્યો છે. અગાઉ ભાવ વધાર્યા બાદ ફરી ભાવ વધારાતા વાહન ચાલકો પર ફરી મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે. સીએનજીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. કેમ કે, એકબાજુ પેટ્રોલ ડીઝલ મોંધું છે ત્યારે તેનાથી છૂટકારો મેળવવા માટે લોકો સીએનજીનો સહારો લઈ રહ્યા છે પરંતુ લોકોને તેમાં પણ વધુ મોંઘવારી ભાવમાં વધારો થતા નડી રહી છે. ફરી એકવાર ભારમાં રુ. 1નો વધારો અદાણીએ કર્યો છે. જેથી ગેસના અત્યારના ભાવ અદાણી ગેસના 80.34 પહોંચી ગયા છે.
સીએનજીના ભાવમાં 1 રુનો વધારો ઝિંકાતા 79.34 થી 80.34 ભાવ અદાણી સીએનજીનો પહોંચ્યો છે. વાહન ચાલકોને ફરી એકવારર મોંધવારીનો ફટકો પડ્યો છે. સતત ભાવ વધારો સીએનજીમાં જોવા મળતા રીક્ષા ચાલકોને મોંઘવારી નડતા તેમજ અન્ય ટ્રાન્સપોર્ટ વાહનોને મુશ્કેલી સર્જાતા સીધો વધારો પ્રજા પર નાંખવામાં આવતા ભાજા પણ વધારવામાં આવતા હોય છે. અગાઉ ભાવ વધાર્યા બાદ ફરી થોડા ઘટાડ્યા હતા ત્યારે હવે ફરી સીએનજીનો ભાવ 80 રુપિયાથી વધી રહ્યો છે.
અદાણી બાદ ગુજરાત ગેસ દ્વારા અવારનવાર ભાવમાં વધારો કરવામાં આવતો હોય છે. ગેસ કંપનીઓ દ્વારા વારંવાર ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને છેલ્લા 1 વર્ષની અંદર સતત ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે.
ગેસના ભાવો સતત વધતા સિરામિકને લગતું મટીરીયલ પણ મોંઘું થઈ રહ્યું છે. ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગકારો પણ તેના કારણે પરેશાન છે ત્યારે મોરબી સિરામિક ઉદ્યોગકારોએ વધતા જતા ગેસના ભાવને સામે અલગ રસ્તો અપનાવ્યો છે. મોરબીમાં હાલ સિરામિક ઉદ્યોગકારો ગુજરાત ગેસને બદલે પ્રોપેન અને LPG ગેસ તરફ વળ્યાં છે. ઉદ્યોગમાં ગેસ વ્યવસાયનો પ્રાણ છે. તેઓ જે રો-મટીરીયલનો ઉપયોગ કરે છે. પ્રોડક્શન કોસ્ટ આવે છે તેમાં ગેસ મહત્વનો ભાગ ભજવે છે 30% ની આસપાસ તેની કોસ્ટીંગ આવે છે