આ વર્ષે મકરસંક્રાંતિએ બજારમાં ઓટોમેટીક ફીરકીનો ક્રેઝ વધ્યો હોય ત્યારે પતંગના એક વેપારી આકાશ પંડ્યા એ જણાવ્યું કે આ વર્ષે બજારમાં ઓટોમેટિક ફીરકીનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. આજકાલના જમાનામાં પતંગ રસિયાઓ માટે લપેટ થયા બાદ દોરી વીટવી એ કંટાળાજનક લાગે છે તો આ વર્ષે બજારમાં એક નવી ફિરકી આવી છે જેથી દોરી વીટવાની સમસ્યા દૂર થઈ જશે જેમાં એક સ્વીચ દબાતાની સાથે તમામ દોરી ફીરકીમાં વીંટાઈ જશે ત્યારે ધાબા ઉપર પરિવાર સાથે પતંગ ચગાવતા રશિયા માટે જ્યારે દોરી વીટવાનું કહેવામાં આવે ત્યારે આળસ જોવા મળતી હોય છે જેને દૂર કરવા માટે માર્કેટમાં નવા પ્રકારના ઇનોવેશન કરતા હોય છે જેમ કે ફીરકી સ્ટેન્ડ અને પરંતુ તેમાં માનવ બળની જરૂરિયાત પડતી હોય છે જેના સમાધાન રૂપે ઓટોમેટિક ફિરકી આશીર્વાદરૂપ સાબિત થઈ શકશે જે નવ વોલ્ટની બેટરી પર ચાલે છે અને પૂરો દિવસ વાપરવા સાથે ત્રણ દિવસ સુધી ચાલે છે આમ ઉતરાયણ પર્વ નીકળી જાય છે આમ સ્વીચ દબાવતાની સાથે ફીરકીમાં તમામ દોરી વિટાઈ જાય છે તેથી પતંગ રસીકોની દોરી વીટવાની ઝંઝટમાંથી મુક્તિ થઈ જશે.
આ વર્ષે મકરસંક્રાંતિએ બજારમાં ઓટોમેટિક ફીરકીનો ક્રેઝ વધ્યો
Advertisement