Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગુજરાતમાં કોરોના બાદ મ્યુકરમાઇકોસીસનો હાહાકાર : મોતનો આંકડો વધ્યો ! જાણો આંકડો કેટલા સુધી પહોંચ્યો..

Share

રાજ્યમાં કોરોના જેવી ઘાતકરૂપ મહામારીએ કહેર વર્તાવ્યા બાદ મ્યુકરમાઈકોસીસનો ખતરો વધ્યો છે. રાજ્યમાં મંગળવાર સુધી મ્યુકરમાઈકોસીસના 82 જેટલાં નવા કેસો સાથે 5 દર્દીઓના મોત થયા છે. જોકે હાલ ઓછા કેસો હોવા છતાં મયુકરના ઇન્જેકશનોની અછત વર્તાઇ રહી છે. ત્યારે વધી રહેલા કેસોને પગલે આગામી સમયમાં ઇન્જેકશનો માટે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.

રિપોર્ટ અનુસાર રાજ્યના સુરતમાં મંગળવારે વધુ નવા કેસ સાથે 3 દર્દીના મોત મ્યુકરમાઈકોસીસથી થયા છે. આમ સુરતમાં મ્યુકરમાઈકોસીસના કુલ કેસની સંખ્યા 427 અને મોતની કુલ સંખ્યા 21 થઈ છે. જયારે અત્યરસુધીમાં 7 દર્દીઓની આંખ કાઢી લેવી પડી હતી. વડોદરામાં મ્યુકરમાઈકોસીસના વધુ 19 નવા કેસ સાથે 2 દર્દીના મોત નીપજ્યા હતા. જયારે વલસાડમાં મ્યુકરમાઈકોસીસના ચાર નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 22 થઈ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટીએ ભગવો લહેરાવ્યો.

ProudOfGujarat

આમોદ આઇ.ટી.આઈ સંકુલમાં ૧૧ જેટલા જુગરીયાઓ જુગાર રમતા ઝડપાયા…

ProudOfGujarat

જુગાર રમતા છ આરોપીઓ ને ઝડપી પાડતી દહેજ પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!