Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્યમાં ધોરણ. 1 થી 11નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન બાદ નવા વર્ગો વધારવાની કવાયત શરૂ..જાણો વધુ..!

Share

કોરોનાની મહામારીને કારણે રાજ્ય સરકારે સ્કૂલોમાં ધોરણ 1 થી 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. શાળા કમિશનર કચેરી દ્વારા રાજ્યની તમામ ગ્રાન્ટેડ સ્કૂલોના ધોરણ 9, 10, 11 અને 12 ના હયાત વર્ગોની સંખ્યા મંગાવાઈ છે. ત્યારે બીજી તરફ નવા વર્ગ વધારા માટે 1 લી જૂનથી 31 જુલાઈ સુધીમાં ઓનલાઈન અરજી કરવા અંગે શિક્ષણ બોર્ડ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે. હવે નવા શૈક્ષણિક વર્ષમાં હાઈસ્કૂલોમાં વર્ગની તેમજ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે. જેથી શિક્ષણ વિભાગે શૈક્ષણિક સત્ર શરૂ થતાં પહેલાં વર્ગો વધારવા અંગેની કવાયત હાથ ધરી દીધી છે.

માસ પ્રમોશનથી ધો.10 ના એકસાથે પાસ થયેલા 9.5 લાખ વિદ્યાથીને આગળ પ્રવેશ કેમનો આપવો એને લઈને શિક્ષણ વિભાગ, વાલી અને શાળા-સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે. એવામાં સરકાર દ્વારા નવા વર્ગો વધારવા માટે અત્યારથી કામગીરી આરંભી દેવામાં આવી છે. બીજી તરફ, શાળાઓમાં વર્ગ વધારીને નવા શિક્ષકોની ભરતી કરવા કોંગ્રેસે પણ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. ધો.10 માં માસ પ્રમોશન આપવાથી ધોરણ 11 માં પ્રવેશ લેનારા નવા વધુ વિદ્યાર્થીઓને સમાવવા માટે 2 હજાર જેટલા વર્ગો અને 3000 થી વધુ શિક્ષકોની જરૂરિયાત ઊભી થશે એવું શિક્ષણ વિભાગના જ અધિકારીઓનું માનવું છે. આટલા ટૂંકા સમયમાં સ્કૂલો આટલી મોટી માત્રમાં વર્ગો કેવી રીતે વધારશે અને શિક્ષકોને નિમણૂક આપવી એ મોટો પડકાર છે.

Advertisement

Share

Related posts

ભરૂચ પંથકમાં મોપેડ ઉપર પિતાની નાનકડાં બાળક સાથે જોખમભરી મુસાફરી…

ProudOfGujarat

સુરત-ગણેશ વિસર્જનને લઈને પોલીસ તંત્ર અને પાલિકા તંત્રનો મહત્વપૂર્ણ નિર્ણય-ચાલુ વર્ષે તાપી નદીમાં એક પણ ગણેશ પ્રતિમાનું વિસર્જન કરી શકાશે નહીં..

ProudOfGujarat

તમે વેશ્યાવૃત્તિનો ધંધો કરો છો તેમ કહી ઘરમાં ફેંક્યા કોન્ડમ, વીડિયો ઉતારી કરી એક લાખની માંગણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!