ગુજરાત હાઈકોર્ટ દ્વારા રખડતા ઢોર મામલે રાજ્ય સરકારને નક્કર પગલા લેવા માટે ફરી આદેશ કરવામાં આવ્યો છે. તાજેતરમાં રખડતા ઢોરના કારણે હુમલાની ઘટના સામે આવી હતી ત્યારે હાઈકોર્ટની અંદર ઢોરના ત્રાસ સામે નિયંત્રણોને ધ્યાનમાં રાખીને સરકારે કડક પગલા લેવા જોઈએ તે માટે કોર્ટે આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 9 જાન્યુઆરી કોર્ટ દ્વારા હાથ ધરવામાં આવશે.
રાજ્યમાં રખડતા પશુઓ મામલે કરવામાં આવેલી કન્ટેન્ટ પિટીશનને ધ્યાનમાં રાખીને જાહેરહિતની અરજી મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. રખડતા ઢોર મામલે નક્કર પગલા લેવા જોઈએ. સરકારે આ સમસ્યાના નિરાકરણ માટે ગંભીરતાથી કામ કરવું જોઈએ તેમ હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું. રખડતા ઢોરના હુમલા મામલે હાઈકોર્ટે ફરી એકવાર નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટે રાજ્ય સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, રખડતા ઢોરનો ઉપદ્રવ કાબૂ બહાર ગયો હોવાથી રાજ્ય સરકારે કડક પગલાં લેવા જોઈએ. તેમ હાઈકોર્ટે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે ત્યારે મહાનગરોમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ પણ પુરજોશમાં ચાલી રહી છે તો ક્યાંક રખડતા ઢોર પકડવાને લઈને ઢીલી નિતી પણ સામે આવી છે. આ સમસ્યાના ઉકેલ માટે સરકારે ગંભીરતાથી કામ કરવું જોઈએ.