આગામી સમયમાં જિલ્લામાં કુલ ૨૫૪ શાળાઓમાં તબક્કાવાર મૂલ્યાંકન પ્રક્રીયા હાથ ધરાશે. રાજ્ય સરકાર દ્વારા આયોજિત GSQAC અંતર્ગત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિધ્યાર્થીઓનું શૈક્ષણિક મૂલ્યાંકન થાય તે માટે ગુણોત્સવ-૨ કાર્યક્રમ અમલી બનાવવામાં આવ્યો છે. તેવી જ રીતે હવેથી રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિધ્યાર્થીઓનું શૈક્ષણિક અને સંસ્થાઓના માળખાગત મૂલ્યાંકનની કાર્યવાહીનો આરંભ કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લાની ૨૫૨ શાળાઓને આવરી લેવામાં આવશે. જે પૈકી પ્રથમ દિવસે પાંચ શાળાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતુ. આ સંદર્ભે જિલ્લા શિક્ષણાધિકારી મિતાબેન ગઢવી જણાવે છે કે મુલ્યાંકન જેવી પ્રવૃતિ થકી શાળાઓની શૈક્ષણિક ગુણાવત્તામાં વધારો થશે. શૈક્ષણિક મૂલ્યાંકન દરમિયાન શાળાનું વાતાવરણ, શિક્ષણ પ્રત્યે વિધ્યાર્થીઓની અભિરૂચી, વિધ્યાર્થીઓ પ્રત્યે શિક્ષકની સજાગતા,વર્ગખંનો માહોલ જેવી બાબતો નોંધવાની હોય છે. તેમજ જિલ્લા નિરીક્ષક તરૂણાબેન દેસાઇ જણાવે છે કે આગામી સમયમાં જિલ્લામાં તબક્કાવાર ૨૩૨ નોન ગ્રાન્ટેડ અને ૨૨ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ થઈ કુલ ૨૫૪ શાળાઓમાં મૂલ્યાંકન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે.શાળાઓમાં મૂલ્યાંકન માટે વર્ગ ૨ કક્ષાના તરુણાબેન દેસાઇ, જયંતિભાઇ ચૌધરી, જે જે દેસાઇ ,જી.બી ઝાલા અને રીટાબેન પ્રજાપતિની પસંદગી કરવામાં આવી છે.
પ્રાથમિક શાળાના ગુણોત્સવની જેમ હવે માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક મૂલ્યાંકન પ્રકિયા હાથ ધરાઇ
Advertisement