Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજય સરકારે આયુષ્યમાન ભારત કાર્ડ પર લાભ ૫ લાખથી વધારીને ૧૦ લાખ કર્યો.

Share

ભૂપેન્દ્ર પટેલ સતત બીજીવાર મુખ્યમંત્રી બન્યા છે. નવી સરકાર બની ગઈ છે અને ચૂંટણી પહેલા કરેલા વાયદાઓ પૂરા કરવાની શરૂઆત કરી દીધી છે. પહેલાં યુસીસીની સમિતિનો નિર્ણય લીધો હતો. હવે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં લોકોને આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને ૧૦ લાખ કરી દીધી છે. હાલમાં દરેક પરિવારના સભ્યને ૫ લાખ સુધીનો સારવાર સહિતનો ખર્ચ કરી શકે છે. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારોને માહિતી આપી હતી કે, પાંચ વર્ષની બ્લ્યુ પ્રિન્ટ બાબતે ચર્ચા થઈ છે. આગામી ૫ વર્ષમાં શું સુવિધા આપવામાં આવશે તેની ચર્ચા કરાઈ છે.

ગુજરાતમાં તમામ કોલેજ, યુનિવર્સિટીમાં સફાઈ અભિયાન થશે. દર ૧૫ દિવસમાં સફાઈ અભિયાન થશે.સફાઈ અભિયાન માટે નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે તેમ જણાવ્યુ હતું. પટેલે વધુમાં જણાવ્યું હતુ કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય ૧૦ લાખ સહાય કરવા માટે અધિકારીઓ કામ હાથ ધર્યું છે. દેવભૂમિ દ્વારકા કોરિડોર બનવવામાં ભગવાન શ્રીકૃષ્ણની વિશાલ પ્રતિમા, વિલુપ્ત દ્વારકા નગરીની વયુગેલેરી, બનાવવામાં આવશે. આવતી જન્માષ્ટમી સુધીમાં ફેઝ ૧નું કામ પૂર્ણ કરાશે. ફેમિલી કાર્ડ યોજના અમલ કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ વારંવાર અપલોડ ન કરવા પડે તે માટે ફેમિલી કાર્ડ બનાવાશે. ગીતા શિક્ષણ અભ્યાસ મારફતે વિદ્યાર્થીઓને જીવનમાં ઉતારે તે માટે અભ્યાસક્રમ તૈયાર થઈ ગયો છે. ૧૦.૩૦થી ૧૨.૩૦ મંગળવાર ધારાસભ્ય અને સાંસદ માટે ફાળવવામાં આવ્યો છે. પાક ધિરાણ આગામી ૧૦૦ દિવસમાં ૪૭૦ કરોડ રકમ વ્યાજ સહાય ચૂકવાશે. છ અને મધ્યમ વર્ગની બજાર સમિતિમાં ખેડૂત સહાય કેન્દ્ર ઉભું કરાશે. કોરોનાની ૩ લહેરમાંથી પસાર થયા છીએ.

Advertisement

Share

Related posts

જામનગરમા થયેલા સફાઈ કર્મચારી પરના હુમલા બાબતે ગોધરા વાલ્મિકી સમાજ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પત્ર સુપ્રત કરાયુ

ProudOfGujarat

ભરૂચ : કલેકટરે બહાર પાડેલ જાહેરનામાને પગલે રિક્ષા ચાલકો માટે આર્થિક કટોકટીનાં દિવસો શરૂ.

ProudOfGujarat

સ્વીપ કાર્યક્રમ અંતર્ગત નારાયણ વિધાલય અને જિલ્લા શિક્ષણાધિકારીના સયુંકત ઉપક્રમે મતદાર જાગૃતિ અભિયાનના ભાગરૂપે નારાયણ વિદ્યાલયના પટાંગણમાં વિશાળ રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!