ગુજરાતમાં ધીરે ધીરે હવે શિયાળો જમાવટ કરી રહ્યો છે. દિવસ દરમ્યાન હજુ પણ થોડી ગરમીનો અહેસાસ થાય છે. જાકે, વહેલી સવારે અને સાંજ પછી ઠંડા પવનો ફૂંકાવાના શરૂ થતા ઠંડીનો ચમકારો અનુભવાય છે. ત્યારે આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતા છે એવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને લોકો ઠંડીથી બચવા ગરમ કપડાં પહેરવાની સાથો-સાથ કચરીયું, તલ અને સીંગની ચિક્કી, દેશી ગોળની બનાવટો, અડદીયાં પાક, મેથી પાક, વસાણા જેવી પરંપરાગત વાનગીઓ પણ શિયાળામાં ખાતા હોય છે. આ વસ્તુઓનું સેવન કરવાથી શરીર ગરમ રહે છે અને ઠંડી સામે રક્ષણ મળે છે.
ગુજરાતમાં આગામી દિવસમાં ઠંડીમાં વધારો થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી સમયમાં ગુજરાતમાં હૂંફાળા વાતાવરણનો આવશે અંત અને ઠંડીનો ચમકારો વધશે. એક દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં ૨ થી ૪ ડિગ્રીનો ઘટાડો થશે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે ૪૮ કલાક બાદ ઠંડીનું જાર વધશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવે હૂંફાળા વાતાવરણનો અંત આવશે અને ઠંડીનો ચમકારો વધશે. હાલ તો ગુજરાતમાં સૂકું વાતાવરણ છે. અડધો ડિસેમ્બર મહિનો વિતી ગયો છતાં બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી કે, ૪૮ કલાક બાદ તાપમાનનો પારો ૨ થી ૪ ડિગ્રી સુધી ઘટશે. આજે કચ્છનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું છે. નલિયામાં ૧૩.૮ ડિગ્રી તાપમાન નોંધાયુ તો ગાંધીનગરમાં ૧૪ અને અમદાવાદમાં ૧૬.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.