સમગ્ર શિક્ષા અભિયાન (એસએસએ) ગુજરાતે પોતાની અધિકારિક વેબસાઈટ પર સ્કૂલ શિક્ષકોના પદ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. એસ.એસ.એ શિક્ષકોની ભરતી સંપૂર્ણ શિક્ષાના અંતર્ગત જિલ્લા સ્તરીય ઉત્કૃષ્ઠ વિદ્યાલયોમાં કરવામાં આવશે. ધોરણ 6 થી 8 સુધીના ગણિત-વિજ્ઞાન, ભાષા તેમજ સામાજિક વિજ્ઞાનના વિષયો માટે 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર શિક્ષકોને લેવામાં આવશે. રાજ્યમાં અનેક ગ્રાન્ટેડ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો આવેલી છે. સ્કૂલમાં અનેક સ્ટાફની અછત છે જેમાં 2000 જેટલા આચાર્યોની જગ્યા ખાલી પડેલી છે. તેમજ ઈચ્છુક ઉમેદવારો એસ.એસ.એ ગુજરાત શિક્ષક ભરતી 2021 માટે એસ.એસ.એ ગુજરાતની અધિકારિક વેબસાઈટ ssarms.gipl.in પર આવેદન કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, આવેદન કરવાની અંતિમ તારીખ 31 મે 2021 છે. આચાર્યોની ખાલી પડેલ જગ્યા ભરવા માટે શાળા સંચાલક મંડળ દ્વારા માંગણી કરવામાં આવી છે. સ્કૂલોમાં નવુ સત્ર ચાલુ થવા જઈ રહ્યું છે તે સાથે જ આચાર્યોની ભરતી યોજવા માગ કરવામાં આવી છે. શાળા સંચાલક મંડળ દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેનને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં રાજ્યની ગ્રાન્ટેડ, માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલ 2000 આચાર્યોની જગ્યા માટે HMAT પરીક્ષાનું આયોજન કરીને ભરતી કરવા માંગણી કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના 11/02/2011ના જાહેરનામાં અન્વયે પ્રતિવર્ષ પરીક્ષાઓ યોજવવી જોઈએ.