ઓરેવા ગ્રુપ અને કાર્યકર્તા સામે કાર્યવાહીની માંગ સાથેની અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે. જોકે, આ મામલે તપાસ પણ અત્યારે ચાલી રહી છે પરંતુ હજુ સુધી સંપૂર્ણ નિષ્કર્ષ નથી આવ્યો. ત્યારે હાઈકોર્ટમાં પણ આ મામલે સૂઓમોટો કરવામાં આવી છે. હાઈકોર્ટની આ મામલે કાર્યવાહી પણ ચાલી રહી છે. તેવામાં ઓરેવા ગ્રુપના કર્તાહર્તા સામે કાર્યવાહીની માંગ સાથેની ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.
અરજીમાં આ બાબતે કરાયો ઉલ્લેખ
બ્રિજના મેન્ટેનન્સની જવાબદારી હતી તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારે અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગ્રુપની બેદરકારી સામે કાર્યવાહી કરવામાં આવે તે બાબતે પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને બ્રિજના મેન્ટેનન્સની જવાબદારી સોંપાઈ તે કેમ જવાબદાર નહીં આમ આ બાબતોને લઈને અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
થોડા સમય પહેલા મોરબીમાં કેબલ બ્રિજ તૂટી પડવાની ઘટના બની હતી ત્યારે તેમાં 135 થી વધુ લોકોના મોત થયા હતા. સીટ દ્વારા તપાસ કરાતા તેમાં 8 જેટલા આરોપીઓની ધરપક કરાઈ હતી ત્યારે તેમના જામીન કોર્ટે ના મંજૂર કર્યા છે. ત્યારે ઓરેવા ગ્રુપના માલિકો સામે કોઈ કાર્યવાહી નથી થઈ અને અગાઉ જે એફઆઈઆર નોંધવામાં આવી હતી તેમાં પણ ઓરેવા ગ્રુપના માલિકનું નામ ના હોવાના કારણે અનેક તર્ક વિતર્ક પણ સેવવામાં આવી રહ્યા છે. ત્યારે આ મામલે ઓરેવા ગ્રુપ સામે કાર્યવાહીની માંગ કરતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે. મોરબી દૂર્ઘટનાને લઈને કોર્ટમાં 8 આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી તે જામીન ના મંજૂર કર્યા હતા.
મોરબી દુર્ઘટાના દેશભરમાં અરેરાટી વ્યાપી દે તેવી ઘટના છે જેમાં કેપેસિટી કરતા વધુ લોકોને બ્રિજ પર જવા માટે ટિકિટ આપવામાં આવી હતી. આ ઉપરાંત જે બ્રિજ નવો રીનોવેટ કરાયો હોય તેને અંદાજિત એક સપ્તાહ જેટલો સમય થયો તેવામાં જ બ્રિજ પડી જવાની ઘટના બનતા તેના મેન્ટેનન્સ કામને લઈને અનેક સવાલો પણ ઉભા થયા હતા.