2022 પૂર્ણ થવાને આરે છે ત્યારે 2023 માં જી 20 સંમેલન યોજાવા જઈ રહ્યું છે ત્યારે આ સંમેલનને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં અને અમદાવાદમાં તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. પ્રથમ વખત ભારત આ પ્રકારે જી 20 સંમેલનનું પ્રતિનિધીત્વ કરવા જઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં વિવિધ સ્થળે બેઠકોનો દોર શરુ થશે. અમદાવાદમાં 2023 માં યોજાનારી G-20 કોન્ફરન્સની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે પોલીસ અધિકારીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થાથી લઈને VIP સુરક્ષાની તાલીમ આપવામાં આવી રહી છે. G-20 સમિટ દરમિયાન, વિદેશી મહેમાનોથી લઈને VVIP સુધી G-20 પરિષદની બેઠક માટે ભારત આવવાના છે. તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી અને સુરક્ષા જવાનોને તાલીમ આપી રહી છે.
અહીં થશે બેઠકો
વર્ષ 2023 માં જી-20 સમિટ ગુજરાતના ઉંબરે યોજાવા જઈ રહી છે. જે અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, સુરત, એકતાનગર અને ધોરડો કચ્છ સહિતના સ્થળોએ આ બેઠકો યોજાશે. આ બેઠકોમાં વિદેશથી વીવીઆઈપી મહેમાનો ભારત આવશે.
સુરક્ષાને લઈને આ તૈયારીઓ
G-20 સમિટ દરમિયાન, વિદેશી મહેમાનોથી લઈને VVIP લોકો G-20 સમિટની બેઠક માટે ભારત આવશે. તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી અને BSF જવાનોને તાલીમ આપી રહી છે. જેમાં 33 પોલીસ અધિકારીઓને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ 13 થી 18 ડિસેમ્બર દરમિયાન આપવામાં આવશે. જેમાં સીએમ સિક્યુરીટી અને ચેતક કમાન્ડો દ્વારા લાઈવ ડ્રીલ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. VVIP સિક્યોરિટી કેવી રીતે કરવી અને મુશ્કેલીના સમયે કેવી રીતે કાળજી રાખવી તે અંગેની તાલીમ આપવામાં આવી હતી.
તેમજ મુખ્યમંત્રી સહિતના VVIP મહેમાનોની સુરક્ષા કેવી રીતે કરવી, VVIP ને કેવી સુવિધા આપવી તેમને સુરક્ષિત રીતે કેવી રીતે લઇ જવા તેનો લાઇવ ડેમો આપવામાં આવ્યો હતો. આ સાથે જ ચેતક કમાન્ડો દ્વારા મોટી ઈમારતો પરથી લાઈવ ડેમો આપવામાં આવી રહ્યા છે.