ગુજરાતમાં કોરોનાના કહેર બાદ મ્યુકરમાઇકોસીસનો કહેર વધવા લાગ્યો છે. લોકો કોરોનામાંથી સાજા થયા બાદ મ્યુકરમાઇકોસીસનો ભોગ બની રહ્યા છે. જેમાં સરકારની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે. મ્યુકરમાઇકોસીસ અર્થે રાજ્યમાં હાલ ફરી એકવાર મેડિકલ ઇમરજન્સી જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે, હાલ સરકાર પાસે મ્યુકરમાઇકોસીસના ઇન્જેક્શનનો પૂરતો જથ્થો જ નથી, કોરોનાની લહેરને કાબુમાં લેવા માટેનો રસીકરણનો પણ પૂરતો જથ્થો નથી, કોરોના ટેસ્ટ માટેની પણ પૂરતી કીટો નથી, ઠેર-ઠેર હોસ્પિટલોમાં જથ્થો ઉપલબ્ધ ન હોવાના બોર્ડ લગાવવામાં આવે છે. સરકાર પાસે વધતાં જતા કેસો સામે પૂરતા વોર્ડ અને સર્જન પણ ન હોવાને કારણે સર્વરમાં ઢીલાસ જોવા મળી રહી છે, હાલ સરકારી હોસ્પિટલો દ્વારા કમિટી બેઠક યોજી આ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવે છે.
દેશમાં 8848 થી વધુ કેસો મ્યુકરમાઇકોસીસના છે જે પૈકી દેશના સૌથી વધુ 2281 મ્યુકરમાઇકોસીસના કેસ ગુજરાતના છે. સરકાર દ્વારા મ્યુકરમાઇકોસીસના 5800 ઇન્જેકશન ગુજરાતને ફાળવવામાં આવ્યા છે પરંતુ અનેક ચર્ચા બાદ પણ સરકારી જરૂરિયાત મંદને ઇન્ક્જેકશન આપી રહી નથી. સરકારે ઇન્કજેકશન ફાળવ્યા છતાં કેમ લોકો સુધી પહોંચતા નથી તેવી ચર્ચા ચાલી રહી છે.