Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરશિયાળે કમોસમી વરસાદ, જગતના તાત ખેડૂતોને ફટકો.

Share

ભરશિયાળે વરસાદી માહોલ ગુજરાતામાં જોવા મળી રહ્યો છે. ખેડૂતોને જે ચિંતા હતી તે થયું છે. એક બાજુ કાળી મજૂરી કરતા ખેડૂતોને તેના કારણે મોટો ફટકો પડી રહ્યો છે. છૂટો છવાયો કમોસમી વરસાદ અત્યારે વિવિધ જિલ્લામાં પડી રહ્યો છે.

કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે અનુમાન લગાવ્યું હતું ત્યારે પંચમહાલ, ડાકોર, હિંમતનગર, ખેડામાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે. આ વિસ્તારમાં છૂટા છવાયા છાંટા પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. શિયાળું પાકને તેના કારણે ભારે નુકશાન થવાની ભીતી છે.

Advertisement

અમદાવાદમાં પણ વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ખેડૂતોની ચિંતામાં પણ સતત વધારો પાકને નુકશાનીને લઈને જોવા મળી રહ્યો છે કેમ કે, ખેતરોમાં જંગલી ભૂંડ, નીલગાય સહીતનો ત્રાસ વર્તાઈ રહ્યો છે ત્યારે બીજી તરફ તેમના માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખેડૂતોની ચિંતામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. ખેડા, પંચમહાલમાં માવઠું જોવા મળ્યું છે ત્યારે ભાવનગર, સાબરકાંઠાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે જેથી ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળતા ચિંતા વધી રહી છે.

ગુજરાત તરફના વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ જોવા મળ્યો છે. અગાઉ હવામાન વિભાગે 15 મી ડીસેમ્બર એ શિયાળામાં સત્તાવાર રીતે કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. કમોસમી વરસાદ ગુજરાતના ખેડૂતો માટે કપરો સાબિત થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં આજે કમોસમી વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાત અને કચ્છ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે છે. મોરબી, રાજકોટ, જામનગરમાં કમોસમી વરસાદની સંભાવના છે. બનાસકાંઠા અને પોરબંદરમાં પણ કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલે ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના છે. જો કે, દરિયાઈ ક્ષેત્ર માટે કોઈ આગાહી નથી.


Share

Related posts

ઝઘડિયા વન વિભાગ દ્વારા જંગી માત્રામાં કિંમતી ખેરનું લાકડું ઝડપી પાડ્યું.

ProudOfGujarat

સુરત : સચિન વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પિસ્ટલ સાથે યુવકને ઝડપી પાડયો.

ProudOfGujarat

રાજ્‍યપાલશ્રીની ઉપસ્‍થિતિમાં તપોવન સંસ્‍કાર કેન્‍દ્ર ભરૂચની રજત જયંતિ મહોત્‍સવની ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!