ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ આજે નવી સરકારની શપથવિધી યોજાઇ, જેમાં ભુપેન્દ્ર પટેલે રાજ્યના 18માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શપથ લેવડાવ્યા હતા. શપથ લીધા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ શપથવિધીમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના કેન્દ્રીય નેતાઓ સહિત ભાજપના સ્ટાર પ્રચારકો પણ ઉપસ્થિત રહ્યાં છે. ભાજપના તમામ નવા જીતેલા ધારાસભ્યો પણ શપથવિધીમાં હાજર થઇ ગયાં છે. ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડા પણ નવી સરકારની શપથવિધીમાં ઉપસ્થિત રહ્યાં છે.
આ મંત્રીઓએ લીધા શપથ
ઘાટલોડિયા, અમદાવાદ ,ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી
વલસાડ, પાલડી, કનુભાઈ દેસાઈ, કેબિનેટ
મહેસાણા, વિસનગર ,ઋષિકેશ પટેલ, કેબિનેટ
જામનગર, જામનગર ગ્રામ્ય,રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ
પાટણ, સિદ્ધપુર ,બળવંતસિંહ રાજપૂત, કેબિનેટ
રાજકોટ, જસદણ ,કુંવરજી બાવળિયા,કેબિનેટ
દેવભૂમિ દ્વારકા, ખંભાળિયા,મુળુભાઈ બેરા,કેબિનેટ
મહીસાગર, સંતરામપુર,કુબેરભાઈ ડિંડોર,કેબિનેટ
રાજકોટ, રાજકોટ ગ્રામ્ય,ભાનુબેન બાબરિયા,કેબિનેટ
સુરત, મજુરા ,હર્ષ રમેશકુમાર સંઘવી,રાજ્યક સ્વતંત્ર હવાલો
અમદાવાદ, નિકોલ,જગદીશ વિશ્વકર્મા,રાજ્યક સ્વતંત્ર હવાલો
ભાવનગર, ભાવનગર ગ્રામ્ય,પરષોત્તમ સોલંકી,રાજ્યક મંત્રી
દાહોદ, દેવગઢબારીયા,બચુભાઈ ખાબડ,રાજ્યક મંત્રી
મહેસાણા, મુકેશ પટેલ,રાજ્યક મંત્રી
સુરત, કામરેજ,પ્રફુલ્લ પાનસેરિયા,રાજ્યક મંત્રી
અરવલ્લી, મોડાસા,ભીખુસિંહ પરમાર,રાજ્યક મંત્રી
સુરત, માંડવી, કુંવરજી હળપતિ,રાજ્યક મંત્રી