રાજ્યમાં કોરોના સંક્રમણને રોકવા માટે રાત્રી કર્ફ્યૂ સહિત અનેક કડક નિયમો લાગુ છે. જેની સમય મર્યાદા આજે પૂરી થઈ રહી છે. રાજ્યના 36 શહેરોમાં જીવન જરૂરીયાતની દુકાનો સિવાય અનેક ધંધા-રોજગાર બંધ છે. તો રાત્રે 8 થી સવારે 6 કલાક સુધી રાત્રી કર્ફ્યૂ પણ લાગુ છે. હવે રાજ્યમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. તેને જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વેપારીઓને મોટી છૂટ આપી છે.
કોરોના સંક્રમણને પગલે રાજ્યમાં હાલ ચાલી રહેલું મિનિ લોકડાઉનમાં થોડી રાહતો આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન 27 મે સુધી અમલી રહેશે. જેને પગલે વેપારીઓ સવારે 9 થી બપોરે 3 સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે. આ અંગે મુખ્યમંત્રીએ પીપાવાવમાં જાહેરાત કરી હતી. જો કે 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે.
કોરોના સંક્રમણને પગલે રાજ્યમાં હાલ ચાલી રહેલું મિનિ લોકડાઉનમાં થોડી રાહતો આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન 27 મે સુધી અમલી રહેશે. જેને પગલે વેપારીઓ સવારે 9 થી બપોરે 3 સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે. આ અંગે મુખ્યમંત્રીએ પીપાવાવમાં જાહેરાત કરી હતી. જોકે 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે.રાજ્યમાં અત્યાર સુધી કર્ફ્યૂને કારણે 36 શહેરોમાં માત્ર જીવન જરૂરીયાતોની દુકાનો અને વેપાર ધંધા ચાલુ હતા. પરંતુ હવે મુખ્યમંત્રીએ વેપારીઓને રાહત આપતા સવારે 9થી બપોરે 3 સુધી દુકાનો ખોલવાની છૂટ આપી છે.
રાજ્યમાં ઉત્પાદન પ્રવૃત્તિ અને ઉદ્યોગો ચાલુ રહે તથા શ્રમિકોને કોઈ તકલીફ ન પડે તે હેતુથી તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો હોય પરંતુ સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી. જેથી હજુ એક સપ્તાહ એટલે કે આગામી 27 મે સુધી રાજ્યના 36 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહી શકે છે. માત્ર મુખ્યમંત્રીએ દિવસમાં છ કલાક માટે વેપારીઓને, ધંધા-રોજગારની છૂટ આપી છે. જેમાં હાર્ડવેર બ્યુટી પાર્લર, જવેલર્સ, ખાણી પીણીની દુકાનો, મોબાઇલની દુકાનો, ગેરેજ અને પંચરની દુકાનો, મોલ્સ, ચાની કીટલી, હેર સલૂન, ઇલેકટ્રિકલ્સની દુકાનો, કપડાં અને વાસણોની દુકાનો, હોલસેલ માર્કેટ કોરોના ગાઈડલાઇન અંતર્ગત ખુલ્લા રાખવામા આવશે.
આ સમયગાળા દરમ્યાન એ.ટી.એમ.માં નાણાનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની પણ સૂચનાઓ રાજ્ય સરકારે આપી છે. આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, જીમ, સ્વિમિંગ પુલ બંધ રહેશે.