Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડૂતોના પાકને કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી.

Share

કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલા નુકશાન માટે રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.પરંતુ ઓનલાઈન ફોર્મ ભરવામાં ખેડૂતોમાં ઉદાસીન વલણ જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો હમણાં સુધી ફક્ત ૨૦ ટકા જેટલા ખેડૂતોએ જ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા કરી છે .જ્યારે 80 ટકા જેટલા ખેડૂતોએ ઓનલાઈન ફોર્મ ભરવામાં ઉદાસીનતા દાખવી છે.દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લામાં 13413 જેટલા ખેડૂત ખાતેદારો છે.જેમાંથી ફક્ત 2946 જેટલી અરજીઓ ઓનલાઈન કરવામાં આવી છે. તેવી જ રીતે તાપી જિલ્લાની વાત કરવામાં આવે તો 71648 જેટલા ખેડૂત ખાતેદારો છે જેમાં 14647 ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી છે. જ્યારે સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો 170332 ખેડૂત ખાતેદારો છે જેની સામે 29618 જેટલા ખેડૂતોએ ઓનલાઇન અરજી કરી છે વલસાડ જિલ્લામાં 130861 ખાતેદારો છે જેમાં 20301 જેટલી ઓનલાઈન અરજી કરવામાં આવી છે તેવી જ રીતે નવસારીની વાત કરવામાં આવે તો 128220 જેટલા ખાતેદારો છે જેની સામે 13899 ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી છે એટલે કહી શકાય કે આ પ્રમાણે ખેડૂતો ઓનલાઇન અરજી કરવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે.જેની પાછળનું એક કારણ ઓનલાઇન પ્રક્રિયામાં સર્વર ઠપ્પ થઈ જતું હોવાની રાવ ઉઠી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : દેત્રાલ ગામની ગ્રામસભામાં રજૂઆત કરનારને સરપંચના પતિ અને પુત્રએ માર મારતા સી.સી.ટી.વી વાયરલ.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના બોરભાઠા ખાતે જાયન્‍ટ ગૃપ ઓફ ભરૂચ અને સ્‍વીપ અંતર્ગત મતદાન જાગૃતિ અંગે શેરી નાટક યોજાયું…

ProudOfGujarat

ઝઘડિયાના ભાલોદ ગામે ઘરની આગળ અડાળી બનાવવા બાબતની તકરારમાં ચાર સામે ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!