Proud of Gujarat
FeaturedGujaratINDIA

મંત્રી પદમાં સામેલ થવા માટે અલ્પેશ, હાર્દિક અને રીવાબા પર સસ્પેન્સ, ફોન નથી આવ્યો એ વિશે શું કહ્યું?

Share

અત્યારે ભાજપ દ્વારા પુરજોશથી શપથવિધીને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરંતુ મુખ્યમંત્રીના નામની સત્તાવાર જાહેરાત બાદ મંત્રીઓના નામો સામે આવ્યા છે ત્યારે કયા મંત્રીને શું જબાદારી સોંપવી તેને લઈને સસ્પેન્સ છે પરંતુ કેટલાક નામો સામે આવી રહ્યા છે. ત્યારે યુવા ચહેરાઓ કે જેમને મંત્રી મંડળમાં સમાવવામાં આવી શકે તેવી સંભાવના હતી આ નામોની અંદર ખાસ કરીને હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને રીવા બા સહીતના નામોનો સમાવેશ થાય છે પરંતુ તેમને ફોન નથી આવ્યો ત્યારે તેમણે પણ મીડિયા સમક્ષ પ્રતિક્રીયા આપી હતી.

હાર્દિક પટેલે કહ્યું કે, પાર્ટી જે જવાબદારી સોંપશે એ જવાબદારીને નિભાવીશું. ફોન આવ્યો છે તે વિશે અલ્પેશ ઠાકોરે કહ્યું, ફોન નથી આવ્યું. ભાજપની જીત બદલ ખુશ દેખાયા હતા પરંતુ વધુ જવાબ આપવાનું તેમને ટાળ્યું હતું. ખાસ કરીને યુવા ચહેરા તરીકે પ્રથમ વખત ચૂંટણી લડી રહેલા રીવાબાનો સમાવેશ પણ મંત્રી મંડળમાં થાય તેવી શક્યતા હતા પરંતુ આ નેતાઓને ફોન નથી આવ્યો.

Advertisement

ગજેન્દ્ર પરમાર, જીતુ ચૌધરી, જીતુ વાઘાણી, વિનુ મોરડીયા સહીતના ધારાસભ્યો કે જે દિગ્ગજ નેતાઓ છે તેમના નામોને મંત્રી મંડળમાં સમાવવાને લઈને સસ્પેન્સ છે જેમાંથી આ ધારાસભ્યોને પણ ફોન નથી આવ્યો ત્યારે આ નામોની અંદર ખાસ કરીને પૂર્ણેશ મોદી, નરેશ પટેલ, ગણપત વસાવા સહીતના નેતાઓ પણ મંત્રી પદથી આ વખતે દૂર રહી શકે છે.


Share

Related posts

ઝઘડિયા પી.એચ.સી ખાતે કોરોના વેક્સિનનું ડ્રાય રન યોજવામાં આવ્યુ.

ProudOfGujarat

વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં એક ઇસમનો મૃતદેહ મળી આવતા ચકચાર

ProudOfGujarat

જંબુસરનાં નહાર ગામથી 5 જુગારીઓને કાવી પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!