Proud of Gujarat
FeaturedGujaratINDIA

સીએમએ સોંપ્યું રાજીનામું, ભાજપના ધારાસભ્યદળની બેઠક બોલાવવામાં આવશે, નક્કી થશે મંત્રીઓ

Share

સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને મંત્રીઓ સાથે રાજીનામું સોંપી દીધું છે. રાજીનામું આપ્યા બાદ નવી સરકારના ગઠબંધનને લઈને પણ તૈયારીઓ પણ આગામી સમયમાં કરવામાં આવશે. મુખ્યપ્રધાનનો ચહેરો સીએમ ભૂપેન્દ્ર પટેલ જ છે ત્યારે નવા મંત્રીઓના ચહેરામાં કોના નામ સમાવવામાં આવશે તેને લઈને નક્કી કરવામાં આવશે. જોકે રાજીનામાં બાદ નવી સરકારનો દાવો કરવામાં આવ્યો છે આ એક પ્રક્રીયા હોય છે જેમાંથી પસાર થવું પડશે. ખાસ કરીને આવતી કાલે ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવશે. ભાજપ દ્વારા મંત્રીઓના નામની મહોર લગાવવામાં આવશે.

ગૃહમંત્રી હર્ષ સંઘવી, દંડક પંકજ દેસાઈ સહીતના નેતાઓ રાજ્યપાલને મળવા આજે પહોંચ્યા હતા. પ્રધાન મંડળનું રાજીનામું પણ તેમની સાથે લેવાતું હોય છે. રાજભવનની અંદર રાજીનામું સુપરત કરવામાં આવે છે.

Advertisement

જે પક્ષ પાસે સૌથી વધુ સંખ્યા બળ હોય છે તે સરકાર દ્વારા કાયદાકીય પ્રક્રીયા સાથે દાવો રાજ્યપાલ સમક્ષ કરવાનો હોય છે. આ પ્રક્રીયા પણ એક સાથે ચાલી રહી છે. સંગઠન મહામંત્રીઓ પણ રાજ્યપાલ પાસે પહોંચ્યા હતા. સંગઠનના બીજા પદાધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા ત્યારે સીએમએ રાજીનામું આજે સોંપી દીધું છે. સીએમ દ્વારા નવી સરકાર માટેનો દાવો કરવામાં આવશે.

શંકર ચૌધરી, જીતુ વાધાણી, ઋષિકેશ પટેલ, કનુ પટેલ સહીતના નેતાઓના જો અને તોમાં નામ સમાવવામાં આવી શકે છે. ઝોન પ્રમાણે મંત્રીમંડળમાં નેતાઓનો સમાવેશ કરવામાં આવી શકે છે. 156 બેઠકોમાંથી મંત્રીઓના નામો સિલેક્ટ કરવામાં આવશે. જેમાં કેતન ઈમાનદાર, દક્ષિણ ગુજરાતના ક્લિન સ્વીપ જોવા મળ્યું છે ભાજપે જંગી જીત અહીં પણ મેળવી છે ત્યારે અંહીથી પણ નામોનો સમાવેશ કરવામાં આવી શકે છે.

બીજેપીના દંડકે કહ્યું કે, જૂનું મંત્રીમંડળ સહીતની ધારાસભ્યની મુદ્દત જાન્યુઆરીમાં પૂર્ણ થઈ રહી હતી જો કે, એ પહેલા નવી સરકારનો દાવો કરાયો છે. ત્યારે આવતી કાલે 10 વાગે તમામ ધારાસભ્યો કમલમ ખાતે ઉપસ્થિતિ રહેશે. જેમની મહત્વની બેઠક કાલે મળશે.


Share

Related posts

ગોધરા: વિશ્વ પર્યાવરણ દિન નિમિતે પર્યાવરણ અને સ્‍વચ્‍છતા સપ્‍તાહ અભિયાનનો પ્રારંભ

ProudOfGujarat

રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગના માહિતી નિયામક તરીકે આર.કે.મહેતાની નિમણૂક કરાઇ.

ProudOfGujarat

મૃત પિતાની પરમિટ પર મુંબઈથી દારૂ મંગાવતાં સુરતના 2 બિલ્ડર, 1 વેપારી પકડાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!