હાલ સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના સામે જનજાગૃતિ લાવવા માટે ઘણી ગાઈડલાઈનો બહાર પાડવામાં આવી છે. કોરોના સામે રક્ષણ મેળવવા વેક્સીનેશન થવું ખુબ જ જરૂરી થઈ રહ્યું છે. સરકાર દ્વારા જાણ કરવામાં આવી છે કે રાજ્યમાં 18 થી 44 વર્ષના લોકો માટે વેક્સીનેશના પહેલા ડોઝ માટે જાહેરાત કરવામાં આવી હતી પરંતુ વેક્સીનનો જથ્થો ઓછો હોવાને કારણે હાલ 45 થી વધુ વયના લોકો કે જેને વેક્સીનેશનની ખુબ જરૂર છે તેમના માટે રિસર્વ રાખવામાં આવી છે જેથી 18 થી વધુ વયના લોકોનું જૂન બાદ રસીકરણ થાય તેવી શક્યતાઓ છે, હાલ તો 45 કે તેથી વધુ માટે બીજા ડોઝની રસી જ અનામત રાખવા માટે સૂચના આપવામાં આવી છે. 15 મી મે બાદ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ રસીના ડોઝનો 70 % જેટલો જથ્થો 45 થી વધુ વયના લોકો માટે રિઝર્વ રાખવામાં આવશે. શરીરમાં ઇમ્યુનીટી 45 થી વધુ વયનાં લોકોની ઓછી હોય છે જેથી વેક્સીનેશન હાલ તેઓને ખુબ જ જરૂરી છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે કોવિડસિલ્ડ રસીના 2.50 કરોડ ડોઝ સાથે કોવેક્સીનના 50 લાખ ડોઝનો ઓર્ડર આપ્યો જે મે મહિનાના અંત સુધી રાજ્ય સરકારને મળી શકે છે.
રાજ્યમાં 18 થી 44 વર્ષનાં લોકોએ રસીકરણ માટે હજુ જોવી પડશે રાહ !
Advertisement