ગુજરાતમાં ભાજપ હાલ જીત તરફ આગળ વધી રહી છે. 154 જેટલી બેઠકો પર ભાજપ આગળ ચાલી રહી છે જયારે કોંગ્રેસ માત્ર 17 બેઠક પર આગળ છે તો આમ આદમી પાર્ટી 6 સીટ પર અને અન્ય માત્ર 5 બેઠકો પર આગળ ચાલી રહી છે. તેવામાં ભાજપની જીત જાહેર કરવાની માત્ર ઔપચારિકતા જ બાકી રહી છે અને ગુજરાતમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ચુક્યા છે.તો આપ અંગે પણ જે શક્યતાઓ વ્યક્ત થઇ રહી હતી કે તે કોંગ્રેસને હાર અપાવવાનું મોટું ફેક્ટર ગણવામાં આવી રહ્યું છે.
તેવામાં હાલ ભાજપના સીએમ પદનો ચહેરો ભુપેન્દ્રભાઈ પટેલ ફરી એક વખત સીએમ પદની શપથ લેવા માટે જઈ રહ્યા છે તે વાત નક્કી થઇ ચુકી છે.તેવામાં કોંગ્રેસના સૂપડા સાફ થતા અનેક નેતાઓ દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યા હતા. તે સપનાઓ પણ ચકના ચૂર થઇ ચુક્યા છે. કેટલીક બેઠકો પર તો કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને ભૂંડી હારનો સામનો કરવાનો વારો આવ્યો છે.
હાલ કોંગ્રેસ વિપક્ષમાં રહીને પુરી રીતે ભાજપને ટક્કર આપી શકે તેવી સ્થિતિ પણ ન હોય તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. જો કોંગ્રેસ દ્વારા માનવામાં આવી રહ્યું છે કે જો કોંગ્રેસને 10 ટકા બેઠક પણ ન મળે તો વિપક્ષનું પદ પણ હાથમાંથી છીનવાઈ શકે છે.કોંગ્રેસને 19 જેટલી બેઠકોની જરૂરિયાત છે પરંતુ હાલના પ્રાથમિક રૂઝાનમાં કોંગ્રેસને માત્ર 17 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું છે.
હાલ કમલમ ખાતે જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપના કાર્યકરો ગેલમાં છે તો બીજી તરફ કોંગ્રેસના સૂપડા સાફ ગુજરાતમાંથી થતા રાજીવ ગાંધી ભવન ખાતે નિરાશાનો માહોલ છવાઈ ગયો છે.